BANASKANTHAPALANPUR

દાંતા 108 ની ટીમે સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

14 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકાર કરતી દાંતા 108 ની ટીમ ને સો સો સલામ. ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા એટલે 108 એમ્બ્યુલન્સ સેવા જે 24/7 દોડતી હોય છે અને લોકોના જીવ બચાવતી હોય છે તેઓ જ એક કેસ દાંતા 108 ની ટીમને તારીખ ૧૦ ના રોજ ડીલીવરીનો કોલ મળતા દાંતા 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી અને તેમને સારવાર આપી અને હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ત્યારપછી દાતા 108 ટીમને એ જ દર્દી નો એટલે કે ભદ્રમાળ ગામનો જ મંજુલાબેન દર્દીનો પ્રસુતિ પીડા નો કોલ મળે છે અને દાંતા 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને દર્દી મંજુલાબેન પાસેથી માહિતી લેતા એવું જાણવા મળે છે કે પહેલી ડીલેવરી ઓપરેશન દ્વારા બાળકનો જન્મ થયો હતો અને આ ડીલીવરી પણ ઓપરેશન કરવું પડશે તો હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ દસ દિવસ પછી બતાવવા આવજો એવું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવે છે પરંતુ ઘરે આવ્યા બાદ દર્દી મંજુલાબેનને પ્રસુતિ પીડાનો દુખાવો વધારે હોવાથી તેમના પતિ દ્વારા 108 માં કોલ કરવામાં આવે છે.ત્યારબાદ ઈએમટી નિશાબેન ઠાકોર દ્વારા દર્દીને તપાસતા માલુમ પડે છે કે દર્દી મંજુલાબેનને સ્થળ પર જ ડિલિવરી કરાવી પડશે જ્યાં 108 ના ઇએમટી નિશાબેન દ્વારા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર 1083 ની હેડ ઓફિસમાં રહેલા ડોક્ટર શ્રી ને દર્દીની સંપૂર્ણ માહિતી આપીને તેમની સલાહ મુજબ અને 108 ના પાયલોટ મનોજભાઈ રાવલ ની મદદ વડે સ્થળ ઉપર જ મંજુલાબેન ને સફળ પ્રસ્તુતિ કરાવી અને બેબીનો જન્મ થયો હતો. વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં માતા અને બાળકનું જીવ બચતાં 108 ની સમગ્ર ટીમને તેમના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. તસવીર અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ

Back to top button
error: Content is protected !!