
મહાનગરપાલિકા,જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશ(IAS)ની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી અજય.એસ.ઝાંપડા તથા જયેશભાઈ પી.વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસ ચારો વેચતા ઇસમોને પકડવા માટે જુનાગઢ મહાનગર પાલિકાના પ્રોજેક્ટ ઓફિસરશ્રી એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુપરવાઈઝરશ્રીના સુપરવિજન હેઠળ (૧) જુનાગઢ શહેરના સરદારબાગ પાસે, જુનાગઢ. વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર શ્રી પરેશભાઈ પરમાર તા.૧૪/૦૬/૨૦૨૫ સવારે ૦૯:૧૦ કલાકે ઢોરને ખવડાવવા માટે પોતાની મારુતિ ઇકો ગાડી નં. GJ 11 BH 0152 માં જાહેરમાં ઘાસચારો વેચતા હોવાનું નજરે પડેલ છે.જેની અંદાજે ઉમર વર્ષ 30 છે.(૨) જુનાગઢ શહેરના કોલેજ રોડ, ગીરનાર હાઈટસ પાસે, જુનાગઢ. વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર શ્રી નવાઝ ગામેતી તા.૧૪/૦૬/૨૦૨૫ સવારે ૦૮:૪૫ કલાકે ઢોરને ખવડાવવા માટે ઘાસચારો વેચતા હોવાનું નજરે પડેલ છે. શ્રી નવાઝ ગામેતી અંદાજે ઉમર વર્ષ ૨૦ મો.૮૪૮૮૦૫૪૧૩૩ રહે, ભાટિયા ધર્મશાળા રોડ, અજંટા ટોકીઝ પાસે.(૩) જુનાગઢ શહેરના કોલેજ રોડ, ગીરનાર હાઈટસ પાસે, જુનાગઢ. વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર શ્રી સલમાન સાજીદભાઈ બાનવા તા.૧૪/૦૬/૨૦૨૫ સવારે ૦૯:૦૦ કલાકે ઢોરને ખવડાવવા માટે ઘાસચારો વેચતા હોવાનું નજરે પડેલ છે. શ્રી સલમાન સાજીદભાઈ બાનવા અંદાજે ઉંમર વર્ષ ૧૮ મો.૯૯૦૪૩૧૦૪૬૨ રહે. નાથીબુ મસ્જીદ પાછળ, ખડિયા વિસ્તાર, જુનાગઢ.આમ,આજ રોજ જાહેરમાં ઘાસ ચારો વેચતા ૩-ઇસમો દ્વારા જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી,જુનાગઢના જાહેરનામાંનો ભંગ કરેલ હોય ભારતીય નાગરિક સુરક્ષા ૨૦૨૩ની કલમ-૨૨૩ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ આ લેખિત ફરિયાદ રજીસ્ટરે લઈ ફોજદારી અને પોલીસ રાહે કાર્યવાહી કરવા માટે એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી આમ,આગામી દિવસોમાં પણ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારા વેચાણકર્તા સામે કાર્યવાહી કાર્યરત રહેશે.







