BANASKANTHAGUJARATPALANPUR
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીને નીક્ષય પોષણ કીટ નું વિતરણ કરવામાં આવૅલ

25 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર – જસલેણી માં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સી.એચ. ઓ, આરોગ્ય કર્મચારી અને આશા બહેનો દ્વારા ગામ કમાલપુરમાં એક્ટિવ ફાઇડિંગ કેસ સર્વે કરવામાં આવ્યું. તેમજ ટીબીના હાઈરીક્સ પેશન્ટોની તપાસ તેમજ તેમને પૌષ્ટિક આહારુ પોષણ કીટ નું વિતરણ કરવામાં આવેલ જેમાં ગામ જસલેણી ના દાતાશ્રી તેમજ કમાલપુરના પૂર્વ સરપંચ દાતાશ્રી ના સહયોગથી આ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ સફળ રહ્યો. 





