
વિજાપુર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધારાસભ્ય ના અધ્યક્ષતા મા પ્રવેશોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ પીએમ શ્રી ડાભલા તેમજ વસઇ પ્રાથમિક શાળા તેમજ માલોસણ પ્રાથમિક શાળા ધનપુરા અનુપમ પ્રાથમિક શાળા સહિત ની શાળાઓમા ધારાસભ્ય સીજે ચાવડા ના અધ્યક્ષતા મા બાળકો ને પ્રવેશ આપી શિક્ષણ કીટ આપીને પ્રવેશ આપવા મા આવ્યો હતો. શાળામાં ભણતા બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે માટે શિક્ષકો ને ધારાસભ્ય દ્વારા અપીલ કરવા મા આવી હતી. તેમજ કન્યા કેળવણી ઉપર ભાર મૂક્યો હતો. દેશના વડાપ્રધાન તેમજ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શિક્ષણ ને વધવતા સફળતા પૂર્વક સાક્ષરતા તરફ લઈ જઈ રહ્યા છે. જેમાં શાળા પ્રવેશોત્સવ ના પરિણામે ગુજરાત મા છેલ્લા 20 વર્ષ દરમ્યાન બાળકો ના નામાંકન દર 75 થી 100 ટકા એ પોગચ્યો છે. આ પ્રસંગ મા ધારાસભ્ય સીજે ચાવડા વન વિભાગ કર્મચારી પોલીસ અધિકારી રાજેન્દ્ર સિંહ સોલંકી ભરત ભાઇ પટેલ વર્તમાન જીલ્લા પંચાયત કારોબારી ચરમેન પૂર્વ કારોબારી ચેરમેન હિતેન્દ્ર સિંહ પરમાર જીલ્લા સદસ્ય હર્ષદ ભાઈ પટેલ હાર્દિક પટેલ ભાજપ પ્રમુખ ગામના સરપંચ તાલુકા પંચાયત ના પ્રમુખ આશા બેન પટેલ સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




