
તા.૨૮.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની ભાટીવાડા છાયણ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ કાયૅક્રમમાં રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા અનાથ બાળકોને ગણવેશ વિતરણ
દાહોદ શાળા પ્રવેશોત્સવ એટલે ઉજવલ ભવિષ્ય નો મંગલ પ્રવેશબે દાયકા થી તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતદેશ ના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ મા શરૂ થયેલા શિક્ષા યજ્ઞ ના મહત્વ ના કાયૅક્રમો મા શાળા પ્રવેશોત્સવ.૨૦૨૫ અંતર્ગત ભાટીવાડા છાયણ પ્રાથમિક શાળા નો પ્રવેશોત્સવ રોટરી સેવા સંસ્થાન દાહોદ ના સેવભાવી પ્રમુખ ડો.નરેશ ચાવડા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો શાળામાં દાખલ થયેલા વિધૉથીઓ તથા આગંણવાડી ના બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના અનાથ ના બાળકોને રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા સંસ્થા ના પ્રમુખ ડો.નરેશ ચાવડા ના હસ્તે તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગણવેશ આપેલ હતા શાળાના આચાર્ય કેશુભાઈ પટેલે આભાર વિધિ કરતા રોટરી સેવા સંસ્થા ની સેવાકીય કામગીરી ને બીરદાવી હતી




