BANASKANTHAGUJARAT

થરામાં પુસ્તક વિમોચન તથા શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ અર્પણ કાર્યક્રમ યોજાયો..

થરામાં પુસ્તક વિમોચન તથા શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ અર્પણ કાર્યક્રમ યોજાયો..

થરામાં પુસ્તક વિમોચન તથા શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ અર્પણ કાર્યક્રમ યોજાયો..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના અને બ.કાં.જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ધી થરા વિ.ના.મંડળીના મેનેજીંગ ડિરેક્ટર છેલ્લા ઘણા વર્ષોથી જેમણે શ્રી જલારામ બાપાના રાહે કામ કરવાનો માર્ગ અપનાવેલ અને સદાય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા તેમજ થરાની પવિત્ર ભૂમિ માં જમીનથી માંડી પાયાની કામગીરીથી શરૂઆત કરી ભવ્યાતિભવ્ય શ્રી જલારામ બાપાના મંદિરનું નિર્માણ કરનાર શ્રી જલારામ મંદિર થરાના અગ્રેસર કાર્યકર ઠક્કર અચરતભાઈ શિવરામભાઈ (ગોકલાણી) નું ગત તા.૧૩/૦૭/૨૦૨૪ ને શનિવાર ના રોજ ૭૩ વર્ષે અવસાન થતા સ્વ. અચરતલાલ ઠક્કરનું પિતૃ ઋણ અદા કરવા પરિવાર અનેક પ્રયત્નો કરી રહ્યા છે.ત્યારે આજે શ્રી ઓગડ વિદ્યા મંદિર ખાતે પ. પૂ.૧૦૦૮ મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ ભાણ સાહેબ ની જગ્યા કમીજલા, સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદીશ્રી ઝાઝા વડાગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુ,કિશોરદસ બાપુ, પ.પૂજ્ય સાધ્વીશ્રી મમતામૈયા,પ. પૂજ્ય સંતશ્રી સોહમરામ બાપુ રાજપુરની પાવન નિશ્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા,બ.કાં.જિલ્લા પૂર્વસાંસદ પરબતભાઈ પટેલ,રાજ્યસભા પૂર્વસાંસદ દિનેશભાઈ અનાવડીયા (પ્રજાપતિ),બ. કાં. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,લીબડી ધારાસભ્ય કિરીટસિંહજી રાણા,પાટણ સંસદ સભ્ય ભરતસિંહ ડાભીના મુખ્ય મહેમાનપદે સ્વ.અચરતલાલ ઠક્કરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ તેમના સદગુણોનું સ્મરણ કરવા તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરવા “જીવન ગરિમાના સંવાહક પુણ્યશ્લોક અચરતલાલ શિવરામભાઈ ઠક્કર” સ્મૃતિ વિશેષાંક નું વિમોચન તથા શ્રદ્ધાસુમન અર્પણ કાર્યક્રમ આજરોજ તા. ૦૨/૦૭/૨૦૨૫ ને બુધવાર ના રોજ યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોનું નિરંજનભાઈ ઠકકરે શાબ્દિક શબ્દો દ્વારા તથા હર્ષદભાઈ ઠક્કર સહીત પરિવારે શ્રી જલારામ બાપુની છબીઆપી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું હતું.ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, લવિંગજી ઠાકોર,ભારતસિંહ ભટેસરીયા,ડાહ્યાભાઈ પીલીયાતર,ધિરાજકુમાર કે. શાહ,ગીરીશભાઈ પટેલ,વસંતજી ઘાંઘોસ,કનુભાઈ ઠક્કર,દિનેશજી જાલેરા,બાબારી ટીમના અણદાભાઈ પ્રજાપતિ,કનુભાઈ પ્રજાપતિ,ઉમેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ પ્રજાપતિ,રસિકભાઈ પ્રજાપતિ,તરૂણભાઈ ઠક્કર,રાજુ ઠક્કર લાટી,વિજયભાઈ ટેસ્ટી, લોક સાહિત્યકાર દીપકભાઈ જોષી સહીત વિશાળ સંખ્યામાં થરા સહીત કાંકરેજ તાલુકા અને બનાસકાંઠા જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં સ્વ.અચરતભાઈ ઠક્કર ના ચાહકો પધાર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભગવાનદાસ બંધુ એ કર્યું હતું.સાંજે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!