GUJARATJUNAGADHKESHOD

જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીનો અગતરાઈ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ

માલબાપા ના મંદિરે ધ્વજા રોહાણ અને સુખડી ચડાવીને પ્રવાસ ના શ્રી ગણેશ કર્યા

આગામી સમયમાં યોજનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીના અનુસંધાને આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ની અગતરાઈ જિલ્લા પંચાયત સીટના પ્રવાસે આ વિસ્તારના આસ્થા નું કેન્દ્ર નાગદેવતા શ્રી માલબાપા ના મંદિરે ધ્વજારોહણ અને સુખડી ચડાવીને આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, અગતરાય પટેલ સમાજ ખાતે અગતરાય જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિથી બુથ પ્રમુખ બુથ સમિતિ જિલ્લા પંચાયત સીટમાં આવતા સરપંચ શ્રી ઓ આ સીટમાં આવતા જિલ્લા તાલુકા અને પ્રદેશના હોદ્દેદારો સક્રિય સભ્યો અને કાર્યકર્તાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક જિલ્લા ભાજપ અધ્યક્ષે યોજી આ જિલ્લા પંચાયત સીટ ની બેઠકમાં આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને આગેવાનો મોટી સંખ્યામાં પણ હાજર રહ્યા હતા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નો ગામડાના લોકોને આવાસ યોજના કે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી દિવસમાં વધુમાં વધુ સરકારશ્રીની યોજના નો લાભ દરેક વ્યક્તિને મળે તેનું આયોજન પણ કર્યું હતું આગામી સમયમાં જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થવાની છે ત્યારે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનના માધ્યમથી આ જિલ્લા પંચાયત સીટમાં સેવાકીય પ્રવૃત્તિ થાય લોકોને કોઈ હાલાકી ન પડે તે જોવાની જવાબદારી આપ સર્વે પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ ઓની છે તેવી વાત પણ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી એ કરી હતી આ જિલ્લા પંચાયત સીટ નીચે આવતી દરેક તાલુકા પંચાયત સીટો ના ગામડાઓમાં કેન્દ્ર સરકારશ્રી ના 11 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે વય વંદના કાર્યક્રમ અંતર્ગત 70 વર્ષ ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી જાય તે જોવાની પણ વાત કરવામાં આવી હતી સંગઠનના માધ્યમથી જે કાંઈ કાર્ય કરવાના છે તેમની સવિશેષ માહિતી જિલ્લા અધ્યક્ષ એ આપી હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લા પંચાયત સીટ માંથી દરેક ગામમાંથી આગેવાનો સરપંચ શ્રીઓ કાર્યકર્તાઓ જોડાયા હતા અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી નો કેસરિયો ખેસ આ જિલ્લા પંચાયત સીટ ઉપર લહેરાશે તેવી ખાતરી પણ આપી હતી આ બેઠકમાં જિલ્લાના આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સદસ્યોશ્રી ઓ સંગઠનના સૌ હોદ્દેદારો કેશોદ તાલુકા ભાજપ ના સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ પણ વિશેષ કરીને ઉપસ્થિત રહેલા

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ

Back to top button
error: Content is protected !!