GUJARATHALOLPANCHMAHAL

રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા કલરવ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વ. પ્રકાશચંદ્ર જોશીપુરાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે “મેગા બ્લડ ડોનેશન” કેમ્પ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૭.૨૦૨૫

તારીખ 9/7/2025 ને બુધવારના રોજ રોટરી ક્લબ ઓફ હાલોલ અને શ્રી મહાજન આરોગ્ય મંડળ,પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન તથા ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી કલરવ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વ. પ્રકાશસરની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે કલરવ શાળામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ વાદળો ની વચ્ચે સુરજ સંતાય પણ પોતાની આભાથી આકાશને દૈદીપ્યમાન કરે છે તેવી જ રીતે સ્વર્ગીય પ્રકાશ સાહેબે પોતાના પ્રકાશથી કલરવશાળાને દૈદીપ્યમાન કર્યું છે.સ્વ. પ્રકાશસરની દ્વિતીય પુણ્યતિથિએ રોટરી ક્લબ હાલોલ પરિવારે શબ્દસુમનથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેની સાથે સાથે જેને માનવસેવા એક પ્રભુ સેવા ની ઉક્તિને સાર્થક કરી તેવા પ્રકાશ સાહેબના ધ્યેય ને જીવંત રાખવા શાળામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન એ જ જીવનદાન ઉક્તિને સાર્થક કરતા રોટરી ક્લબ હાલોલ,શ્રી મહાજન આરોગ્ય મંડળ, પોલીકેબ વેલફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર હાલોલ તથા ઇન્દુ વોલેન્ટરી બ્લડ સેન્ટર વડોદરા ના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ની પ્રક્રિયામાં શાળાના શિક્ષકો વાલી ગણ તેમજ ગણ માન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શરૂઆતથી જ રજીસ્ટ્રેશન ની લાઈન લાગી ગયેલ. આ બ્લડ ડોનેશનમાં કુલ ૯૦ વિવિધ ગ્રુપના લોહીની બોટલ એકત્ર કરવામાં આવી હતી.જે ખરેખર એક મોટી સફળતા ગણાય .આમ રક્તદાન એ જ મહાદાન છે સાર્થક કરતા આ સુંદર કાર્ય દ્વારા સ્વર્ગસ્થ પ્રકાશચંદ્ર જોશીપુરાને યોગ્ય રીતે શ્રદ્ધાંજલિ આપી ગણાય. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ હાર્દિક જોષીપુરા, મંત્રી વૈભવ પટેલ, ખજાનચી રાકેશ શિહોરા,પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ પરીખ, સૌ સભ્યો તેમજ શ્રી મહાજન આરોગ્ય મંડળ તરફથી ભરતભાઈ, હાલોલ નગરપાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, નગરપાલિકાના સભ્યો, ભારતીય જનતા પાર્ટી ના સૌ હોદ્દેદારઓ જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આમ શાળાના આચાર્યએ આ મેગા બ્લડ ડોનેશનના કાર્યક્રમને સફળ બનાવનાર વાલીગણ,શિક્ષકો અને રોટરી ક્લબના સભ્યોનો શાળા પરિવારવતી આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!