GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આગળ વધતું રસ્તાઓનું સમારકામ

તા.૯/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેર તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા શહેરના જુદા -જુદા વોર્ડમાં આવેલ રસ્તાઓનું સમારકામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર ૧૩ મા રામનગર, શેરી ૮ ચોક પાસે મેઇન રોડ જયંતિ કે.જી મેઇન રોડ, ડી માર્ટ રોડ, વોર્ડ નંબર ૧૫ માં આજીડેમ ચોક સહિત વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું હતુ. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં ક્ષતિગ્રસ્ત વિવિધ રસ્તાઓનું મહાનગરપાલિકા દ્વારા ત્વરિત સમારકામ કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!