
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,કડી
વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે તા. 11 જુલાઈ, 2025ના રોજ કડી સર્વ વિશ્વ વિદ્યાલય અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત એસ.વી અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી મહેસાણા ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો ઉદ્દેશ તાલીમાર્થીઓમાં વસ્તી વૃદ્ધિના મુદ્દે જાગૃતિ લાવવાનો હતો.
આ દિને તાલીમાર્થીઓએ એક પાત્રીય અભિનય (મોનો એક્ટ), કાવ્ય પઠન, તર્ક વિવાદ (ડિબેટ), તેમજ આધુનિક પ્રેઝન્ટેશન દ્વારા વસ્તી સંબંધિત વિવિધ મુદ્દાઓ જેમ કે – વસ્તી વૃદ્ધિના કારણે ઊભી થયેલી સમસ્યાઓ, કુટુંબ નિયોજન, શિક્ષણનો અભાવ તથા સંસાધનો પર વધી રહેલો દબાણ – વગેરે જેવી રજુઆત થઈ હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપક ડૉ.તેજસ ઠક્કર અને અશોક બી.પ્રજાપતિ દ્વારા આચાર્યશ્રી ડૉ.ભાવિક એમ.શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.





