MEHSANAVIJAPUR

વિજાપુરમાં ચોરીનું બાઇક લઈને ફરતા બે યુવકો ઝડપાયા મહેશ્વર રોડ પરથી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી; ચોરીમાં ગયેલું હીરો સ્પ્લેન્ડર કબજે

વિજાપુરમાં ચોરીનું બાઇક લઈને ફરતા બે યુવકો ઝડપાયા
મહેશ્વર રોડ પરથી ખાનગી બાતમીના આધારે કાર્યવાહી; ચોરીમાં ગયેલું હીરો સ્પ્લેન્ડર કબજે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવાના પ્રયાસો વચ્ચે પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે યુવકોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીમાં ગયેલું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ,તાલુકાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે બે શખ્સો ચોરીનું બાઇક લઈને મહેશ્વર રોડ વિસ્તારમાં ઉભા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી બંનેને ઘેરી ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં ઠાકોર બીજલ રમેશજી વાઘસિંહ (ઉ.વ. 23) અને ઝાલા આશીષસિંહ ધનસિંહ (ઉ.વ. 23), બંને મકરાણી દરવાજા, વિજાપુરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
આરોપીઓ પાસેથી કાળા રંગનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ વાહન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લ ચોરી થયેલ હોવાનું સામે આવ્યું છે. હવે આરોપીઓની પૂછપરછના આધારે અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહી ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિજાપુર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ચૌહાણની દેખરેખમાં પોલીસ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Back to top button
error: Content is protected !!