
સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ-કેશોદ ખાતે 108 ઇમરજન્સી સેવા અંગેની જાગૃતિ અને સારવાર ની માહિતી અંગે એક ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું.જેમાં 108 નાં સ્ટાફ મેમ્બર શ્રી જેઠવાભાઈ તેમજ પાઇલોટ વિજયભાઈ દ્વારા ઇમરજન્સી વખતે ફોન કઈ રીતે કરવો અને કઈ રીતે આ સેવા ઉપલબ્ધ થાય છે સાથે 108 માં ઉપલબ્ધ અલગ અલગ પ્રકારની સારવાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.છેલ્લે વિદ્યાર્થીનીઓ સાથે પ્રશ્નોતરી કરી ને તેના સરળ ભાષામાં પ્રત્યુતર આપેલ હતા. શાળાના તમામ શિક્ષકો ,આચાર્યશ્રી તેમજ વિદ્યાર્થીનીઓએ આ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું.તમામ વિદ્યાર્થીનીઓ તરફથી આ અંગે હકારાત્મક પ્રતિસાદ મળેલ હતો.શાળા પરિવાર તરફથી આવેલ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરેલ હતો
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







