નવસારી મહાનગરપાલિકાની સ્વચ્છતા ક્ષેત્રે દેશવ્યાપી સિદ્ધિ: રાષ્ટ્રીય સ્તરે ૪૧મો ક્રમાંક જ્યારે નવનિર્મિન મહાનગરપાલિકામાં બીજું સ્થાન પ્રાપ્ત થયું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ 
નવસારી શહેર તેમજ મહાનગરપાલિકા માટે ગૌરવનો ક્ષણ છે, કારણ કે સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025 અંતર્ગત સમગ્ર દેશમાં મધ્યમ વર્ગના શહેરોમાં (જ્યાં વસ્તી 50,000 થી 3 લાખ સુધી છે) તેટલા 824 શહેરો પૈકી નવસારીને 41મું સ્થાન મળ્યું છે. અગાઉ નવસારી 186મા સ્થાને હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે શહેરે સ્વચ્છતાની દિશામાં અદભૂત પ્રગતિ અને વધુ સ્વચ્છતાના પ્રયાસો કરી રહી છે.
રાજ્ય સ્તરે વાત કરીએ તો ગુજરાતના કુલ 161 શહેરોમાં નવસારી મહાનગરપાલિકાએ 10મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે નવા બનેલ મહાનગરપાલિકા તરીકે જાહેર થયા બાદ નવસારી પ્રથમ વખત જ 9માંથી નવસારીને 2મું સ્થાન મળ્યું છે, જે એક મોટી સફળતા મળી છે. આ સિદ્ધિની પાછળ શહેરી વાસીઓનો સહકાર, મહાનગરપાલિકાના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીના દિગ્દર્શન હેઠળ રચાયેલી નવી પહેલો જવાબદાર છે. ડોર ટૂ ડોર કચરો એકત્ર કરવાનો દર 100%, બજાર વિસ્તારો અને જાહેર શૌચાલયોની સ્વચ્છતા 100%, કચરા પ્રક્રિયા દર 100% અને ડમ્પસાઇટ remediation 100% જેવી શ્રેષ્ઠ કામગીરીના પરિણામે નવસારી આ સ્થાન સુધી પહોંચ્યું છે. આ સિદ્ધિ માત્ર રેન્કિંગ માટે નથી, પણ નવસારીના નાગરિકોની જીવનશૈલીમાં ઉત્કૃષ્ટ સ્વચ્છતા અને આરોગ્યલક્ષી જીવન તરફના પ્રયાસોને દર્શાવે છે. નવસારી મહાનગરપાલિકા આવતા દિવસોમાં પણ સતત નવી યોજનાઓ, ટેક્નોલોજી અને નાગરિક સહકાર દ્વારા “સ્વચ્છ અને સ્માર્ટ નવસારી”ના લક્ષ્ય માટે કાર્યરત રહેશે…



