GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI-KUCH ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી અને કચ્છની મુલાકાતે

MORBI-KUCH ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી અને કચ્છની મુલાકાતે
આવતીકાલે તારીખ 24 જુલાઈના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવી કચ્છ અને મોરબી જિલ્લાની મુલાકાત લેનાર છે. તેમણે સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તેઓ કચ્છ અને મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળશે. હર્ષ સંઘવી સવારે કચ્છ જિલ્લામાં ઉપસ્થિત રહીને અરજદારો તેમજ નાગરિકો સાથે સીધો સંવાદ કરશે, સાંજે મોરબી જિલ્લાની મુલાકાત લઈને ત્યાં ૫ણ અરજદારોની રજૂઆતો સાંભળશે. આ પ્રવાસ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ જોડાશે.








