ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ભિલોડા અને મેઘરજ કોંગ્રેસનો પત્રકાર વિરુદ્ધ રોષ : ઝાઝી ટિપ્પણીના વિરોધમાં કાર્યવાહીની માંગ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભિલોડા અને મેઘરજ કોંગ્રેસનો પત્રકાર વિરુદ્ધ રોષ : ઝાઝી ટિપ્પણીના વિરોધમાં કાર્યવાહીની માંગ

ભિલોડા અને મેઘરજ તાલુકામાં કોંગ્રેસે પત્રકાર જગદીશ મહેતા અને ગોપી ઘાંઘર (નિર્ભય ન્યૂઝ) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. કોંગ્રેસના આગેવાનોના કહેવા મુજબ, ઉક્ત પત્રકારોએ 22 જુલાઈના રોજ તેમના સમાચાર ડિબેટમાં વિધાનસભાના વિપક્ષ નેતા  તુષાર ચૌધરી અંગે એવી ટિપ્પણીઓ કરી છે જે આદિવાસી સમાજના સમ્માનને ઠેસ પહોંચાડે છે.આપેલા આવેદનપત્રમાં કથિત રીતે જણાવાયું છે કે પત્રકારોએ પોતાના નિવેદન દ્વારા આદિવાસી સમાજમાં રોષનો માહોલ ઊભો કર્યો છે અને સમાજની લાગણીઓને દુભાવી છે. આવા નિવેદનોના કારણે સમાજમાં શાંતિભંગની સ્થિતિ સર્જાઈ શકે છે.કોંગ્રેસ પક્ષે આવી ટિપ્પણીઓને તરત દૂર કરવાની અને સંબંધિત પત્રકારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પ્રશાસનને અપીલ કરી છે. આ સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે અને તેના તમામ પરિણામો માટે પ્રશાસન જવાબદાર રહેશે.

Back to top button
error: Content is protected !!