વિજાપુર શાકમાર્કેટ મા છેલ્લા છ માસ થી પે એન્ડ યુઝ શૌચાલય અને મૂતરડીની કામગીરી બંધ રહેતા આસપાસ ગંદકી થી વેપારીઓ પરેશાન
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેર વિસ્તાર બસ ડેપો ના રોડ પર પાલીકા દ્વારા વેપારીઓ બહાર થી શાકભાજી વેચાણ કરવા આવતા ખેડૂતો ની સગવડ માટે પાલીકા દ્વારા પે એન્ડ યુઝ શૌચાલય અને મૂતરડી બનાવવા નુ નક્કી કરેલ જેનું કામ કોન્ટ્રાકટર ને આપી પણ દેવામાં આવ્યું છે. જે કામ નુ ભોંયતળિયું સુધી બનાવી ને અટકાવી છેલ્લા છ મહિના થી કામગીરી બંધ કરતા આસપાસ ભારે કાદવ કીચડ અને ગંદકી ફેલાઈ છે.આ બાબતે પાલીકા મા પણ વેપારીઓ દ્વારા મૌખિક વારંવાર રજૂઆત કરવા મા આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કોઈ કાર્યવાહી કરવા મા આવી નથી શૌચાલય ના કામને અડધું બનાવી છોડી દેવાના કારણે લોકો ખુલ્લા મા પેશાબ કરવા માટે મજબૂર બન્યા છે. અડધું બનાવેલ શૌચાલય નુ ભોંયતળિયું પણ તૂટી ગયું છે ખીલાસળી નો ઉપયોગ પણ બરોબર કરાયું નથી તેમ સ્થાનીક લોકો મા બૂમ ઉઠી છે. આ અંગે સામાજિક કાર્યકર મુસ્તકીમ સૈયદે જણાવ્યું હતુ કે માટે લાવેલ ઈંટો સિમેન્ટ કપચી રેતી નો મોટા પ્રમાણે બગાડ થયો છે. ખીલાસળી તેમજ ભોંયતળિયું પણ બરોબર લેવલીંગ મા બન્યું નથી શૌચાલય નુ કામ ઝડપી થાય સત્વરે નિકાલ લાવે તેવી સ્થાનીક વેપારીઓ મા માંગ ઉઠી છે. આ પાલીકા ટીપી ઈજનેર નો સંપર્ક કરતા તેઓ બહાર હોવાથી સંપર્ક થઈ શક્યો નહતો શાકમાર્કેટ મા શૌચાલય અને મુતરડી ની કામગીરી સત્વરે ચાલુ થાય તેવી આશા રાખી ને બેઠા છે જેથી ગંદકી થી વેપારીઓ ને છુટકારો મળે



