BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના શૂટર્સનો ગુર્જર ગૌરવ વધારતો વિજયરથ: 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 14 મેડલ

સમીર પટેલ, ભરૂચ

અહિયાંના યુવા શૂટર્સ ની નિશાનબાજી એ એક વાર ફરી સમગ્ર રાજ્યમાં ભરૂચનું નામ ઉજાગર કર્યું છે. અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે.

આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાયફલ શૂટિંગ એકેડમીના પ્રમુખ અરૂણસિંહ રાણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજયભાઈ પંચાલે તમામ શૂટર્સ ની વધુ સારું પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે કોચ મિત્તલ ગોહિલની અથાગ મહેનતે ભરૂચ જિલ્લાના શૂટર્સને એક આગવું સ્થાન પ્રદાન કર્યું છે.

મહત્વનું છે કે, આ પહેલાં ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે પોતાનું શસ્ત્ર પ્રદર્શન કરતાં 27 મેડલ જીત્યા હતા.

શાનદાર પ્રદર્શન કરનારા મુખ્ય ખેલાડીઓમાં શામેલ છે:

સાન્વી ગજાનંદ ગાયકવાડ (ઉંમર 12 વર્ષ): 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતની સૌથી નાની વયની સ્ટેટ ચેમ્પિયન બની.

ખુશી ચૂડાસમા: માત્ર 5 દિવસની જ પ્રેક્ટિસ કરી પણ 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

ધનવીર હિરેન રાઠોડ: 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ.

અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપે: 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ.

હિના વિકાસ પટેલ: 1 ગોલ્ડ મેડલ.

આગમ આદિત્ય આનંદ સ્વરૂપે: 1 ગોલ્ડ મેડલ.

ભવિષ્યમાં ઓલિમ્પિક અને નેશનલ સ્તર સુધી પહોંચવા માટે નવ યુવાનો પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ભરૂચના શૂટર્સે એક નવો માપદંડ ઊભો કર્યો છે અને જિલ્લાને રમતગમતના નકશા પર આગવી ઓળખ અપાવી છે.

Back to top button
error: Content is protected !!