BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડીનું મકાન જર્જરી હાલતમાં, નવું બનાવી આપવા તંત્ર પાસે માંગ

ઝઘડીયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડીનું મકાન જર્જરી હાલતમાં, નવું બનાવી આપવા તંત્ર પાસે માંગ

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. દીવાલો પર તિરાડો પડી ગઇ છે અને વરસાદનું પાણી પણ છત માંથી ટપકતું હોય જેથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા જર્જરીત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે, તલાટી દ્વારા આંગણવાડીના બાળકો માટે પંચાયતના બીજા માળે એક રૂમ આપવામાં આવ્યું છે જ્યાં આગળવાડીની કામગીરી કરવામાં આવે છે, આંગણવાડી નું મકાન પંચાયતના બીજા માળે હોવાથી નાના બાળકોને ઉપર ચડવા ઉતરવામાં મુશ્કેલી પડે છે અને આંગણવાડીમાં કામ અર્થે આવતી સગર્ભા મહિલાઓને પણ બીજામાળે ચડવા ઉતરવામાં તકલીફ પડે છે, દાદર ચડતા ઊતરતા કોઈ બાળક પડી જાય તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે જેથી વહેલી તકે નવું મકાન બનાવી આપવા માંગ કરવામાં આવી છે.

 

ઈરફાન ખત્રી

રાજ પારડી

Back to top button
error: Content is protected !!