GUJARAT

ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા બસસ્ટેન્ડ નજીક કેનાલપર નાળુ જર્જરીત બન્યું.

ઝઘડીયા તાલુકાના નવા માલજીપુરા બસસ્ટેન્ડ નજીક કેનાલપર નાળુ જર્જરીત બન્યું.


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે, તંત્ર દ્વારા આ માર્ગનું પેચવર્ક કરવામાં આવે છે પરંતુ અહીંયા પથ્થરની ખાણો અને કોરીઓ આવેલી હોવાથી ભારે વાહનોની અવર જવર વધારે છે જેના કારણે રોડ પર ખાડાઓ પડી જાય છે અને માર્ગ બિસ્માર બને છે જેનું નવીનીકરણ કરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે, સાથે આ માર્ગ ઉપર નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે, સ્થાનિકોના જણાવ્યા મુજબ હાત થી પણ નાળાનું સિમેન્ટ, કોંક્રિટ ઊખડી જાય છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે તેમજ નાળાં ઉપર બનાવેલી ગ્રીલ પર તૂટી ગઈ છે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પથ્થરની ખાણો તેમજ કોરીઓ આવેલી હોવાથી જર્જરીત નાળાં પરથી રોજના હજારો ભારે વાહનો પસાર થાય છે જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, તંત્ર દ્વારા રાજપારડીથી નેત્રંગને જોડતા બિસ્માર માર્ગ અને કેનાલપર આવેલા નાળાં ને નવું બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!