ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : PMJAY વિશેષ ઝુંબેશમાં અરવલ્લી જિલ્લામાં ૪૩૪૯ અરજીમાંથી ૩૬૯૧ આયુષ્માન કાર્ડ એપ્રુવ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : PMJAY વિશેષ ઝુંબેશમાં અરવલ્લી જિલ્લામાં ૪૩૪૯ અરજીમાંથી ૩૬૯૧ આયુષ્માન કાર્ડ એપ્રુવ

આજે (પીએમજેએવાય-મા) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે અરવલ્લી જીલ્લામાં વિશેષ ડ્રાઇવ યોજવામાં આવેલ.

અરવલ્લી જીલ્લામાં 70 વર્ષ કે 70 વર્ષથી વધુ ઉમરના તમામ વરિષ્ટ નાગરિકો માટે તથા એનએફએસએ કાર્ડ ધરાવતા કુટુંબો માટે પાત્રતા ધરાવતા પ્રત્યેક નાગરિકને આયુષ્માન કાર્ડ મળી રહે તેવો સરકારનો અભિગમ છે.જે અન્વયે માન.જીલ્લા વિકાસ અધિકારી-અરવલ્લી દિપેશ કેડિયાની સૂચના અને માર્ગદર્શનમાં સમગ્ર અરવલ્લી જીલ્લામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ મળી રહે તથા પીએમજેએવાય યોજનાનો પ્રચાર પ્રસાર થાય તે સારું સઘન ઝુંબેશ સ્વરૂપે આરોગ્ય વિભાગ દ્વારા આજે પીએમજેએવાય લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ કાઢવા માટેની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવેલ.

અરવલ્લી જીલ્લા સમગ્ર રાજ્યમાં PMJAY ડ્રાઈવ અંતર્ગત ૪૩૪૯ કાર્ડ માટે અરજી કરવામાં આવી હતી, જેમાંથી ૩૬૯૧ કાર્ડ મંજુર થયા હતા.

સમગ્ર જીલ્લામાં આયોજિત આ ઝુંબેશ અંતર્ગત આશા બહેનો, ફીહેવ, મપહેવ, સીએચઓ દ્વારા “હાઉસ ટુ હાઉસ” તથા આરોગ્ય સંસ્થાઓ તથા કેમ્પ આધારિત અને જન – સમુદાયોમાં કામગીરી કરવામાં આવી. આ ઝુંબેશને સફળ બનાવવા જીલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ, આયુષ તબીબો ,તબીબી અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓના સતત સુપરવિઝન અને મોનીટરીગ થકી સફળતા મળેલ છે.આકસ્મિક આવી પડતી બિમારી સમયે આયુષ્માન કાર્ડ , પરિવાર માટે સંજીવની સમાન છે.તો ઈમરજન્સીની રાહ ન જુઓ – આયુષ્માન કાર્ડ આજે જ બનાવો!

Back to top button
error: Content is protected !!