GODHARAGUJARATPANCHMAHAL

વિશેષ અભિયત અંતર્ગત ગોધરા રેલવે સ્ટેશન ખાતે વિશ્વ માનવ દુર્વ્યાપાર વિરોધી દિવસ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને જસ્ટ રાઈટ ફોર ચિલ્ડ્રન્સ દ્વારા તા.૧૫ જુલાઈથી તા.૩૦ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન ગોધરા રેલવે સ્ટેશન ખાતે વિશ્વ માનવ દુર્વ્યાપાર વિરોધી દિવસ નિમિત્તે એક ખાસ જાગૃતિ અભિયાન (સ્પેશિયલ ડ્રાઇવ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ માનવ દુર્વ્યાપાર વિરોધી દિવસ અને માનવ તસ્કરીના ગંભીર મુદ્દાઓ પર જનજાગૃતિ ફેલાવવાનો હતો.

આ જાગૃતિ કાર્યક્રમમાં માનવ તસ્કરીના વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માનવ તસ્કરી શું છે, બાળકો સાથે થતી હેરાફેરી, યૌન શોષણ, બાળમજૂરી, અને ભિક્ષાવૃત્તિ કરાવીને કેવી રીતે નેટવર્ક ઊભું કરીને બાળકોના શોષણ કરી આવક મેળવવામાં આવે છે, તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન ગોધરા રેલવે સ્ટેશન પર માનવ તસ્કરી વિરોધી સંદેશ આપતા વિવિધ પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, લોકોને જાગૃત કરવા માટે સમયાંતરે ઓડિયો ક્લિપ્સ પણ ચલાવવામાં આવી હતી, જેણે લોકોમાં આ ગંભીર સમસ્યા પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

આ પ્રકારના સંયુક્ત પ્રયાસોથી સમાજમાં માનવ તસ્કરી જેવી દુષ્ટ પ્રવૃત્તિઓ સામે લડવાની પ્રેરણા મળે છે અને સુરક્ષિત સમાજનું નિર્માણ થઈ શકે છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રેલવે પોલીસ ફોર્સ અને રેલ્વે પોલીસ ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ, ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચના પ્રતીનિધિ, ત્રણેય વિભાગના સ્ટાફ, ફેરિયાઓ, રિક્ષા ચાલકો અને મુસાફરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Check Also
Close
Back to top button
error: Content is protected !!