શહેરાના મરડેશ્વર મહાદેવ મંદિરે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા મહાપૂજાનું આયોજન

પ્રતિનિધિ શહેરા તા..04/08/25
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શહેરાના પાલીખંડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા પાર્થેશ્વર મહાદેવ અને ચિંતામણિની પૂજા કરવામાં આવી હતી.શ્રાવણ મહિનાના 30 દિવસ સુધી ચાલનારી આ મહાપૂજાના મુખ્ય યજમાન તરીકે જેઠાભાઈ ભરવાડ પોતે રહ્યા હતા, અને તેમણે આ ભવ્ય પૂજાનું આયોજન કર્યું હતું. આ પૂજાનો લાભ લેવા માટે જીગ્નેશભાઈ પાઠક સહિત અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. એવી માન્યતા છે કે પાર્થેશ્વર મહાદેવ અને ચિંતામણિના દર્શન કરવાથી ભક્તોના કષ્ટો અને વિઘ્નો દૂર થાય છે.મરડેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. મોટી સંખ્યામાં ભક્તો સ્વયંભૂ મરડેશ્વર મહાદેવના દર્શનનો લાભ લેવા આવે છે, અને આ પૂજાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.







