BANASKANTHAGUJARATPALANPUR
ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી બાળકોના મૂળભૂત હકોની અમલવારી માટે અભિયાન

૬ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બાળકોના મૂળભૂત હકોને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી પ્રયાસશીલ છે. આ પહેલના ભાગરૂપે, ઇનર વ્હીલ ક્લબ પાલનપુર સિટી દ્વારા તારણગર પ્રાથમિક શાળા (હેપી સ્કૂલ) ને આધાર આપવામાં આવ્યો.આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ રોજિંદા જીવનમાં પોષણના હકથી વંચિત બાળકો સુધી પૌષ્ટિક ખોરાક પહોંચાડવાનો રહ્યો. જરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડીને તેમની યોગ્ય વૃદ્ધિ અને અભ્યાસ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી.આ નાનું પગલું સ્વાસ્થ્ય, શિક્ષણ અને ગુણવત્તાપૂર્ણ જીવન જેવા દરેક બાળકના હકો માટે એકતા અને જાગૃતિનું આંદોલન ઊભું કરવાનો પ્રયાસ છે.લાભાર્થીઓની સંખ્યા ૨૦૦ વિદ્યાર્થીઓ
૨૦,૦૦૦ કુલ ખર્ચો હતો અને કાર્યક્રમ સફળ બન્યો 






