GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૮ ઓગસ્ટના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૮ ઓગસ્ટના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સીનોવા ગિયર્સ એન્ડ ટ્રાંશમીશન પ્રા.લી. રાજકોટ, તથા રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંસ કંપની ખાતે, ફિટર, સીએનસી, વિએમસી, હોબ્બિંગ, બ્રોચીંગ, ગ્રાઇન્ડિન્ગ, મશીન ઓપરેટર તથા લાઇફ પ્લાનિંગ ઓફિસર(ફક્ત મહિલા), સ્ટાફની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ એસ.એસ.સી, આઇ.ટી.આઇ., ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા આઇ.ટી.આઇ. કેમ્પસ, માણાવદર ખાતે તા.૦૮/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવ્યુ છે.આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ.

Back to top button
error: Content is protected !!