BANASKANTHAGUJARATPALANPUR

જી.ડીમોદી કોલેજઓફ આર્ટસ, પાલનપુરમાં સંસ્કૃત દિવસની ઉજવણી કરાઈ

8 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના સંસ્કૃત વિભાગના પ્રહલાદન સંસ્કૃત સાહિત્ય વર્તુળ અંતર્ગત તા 8/8 /2025ના સવારે 8:30 થી 10:00 દરમિયાન સંસ્કૃત દિવસની ઉજવણીનું આયોજન સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ.સુરેખાબેન અને ડૉ.જાનકીબેન દ્રારા કરવામાં આવ્યું હતું. જેમાં B. A sem- 1,3,5 અને M.A sem -1,3ના 13 વિદ્યાર્થીઓ દ્વારા વેદોનું મહત્વ, ગીતા-લોકોની સમજૂતી ,સંસ્કૃત કવિ-પરિચય, શ્લોક-ગાન, સંસ્કૃત-ગીત, સંસ્કૃત-સ્તોત્ર, રસ્વ-પરિચય વગેરે સંસ્કૃતમાં રજૂ કરવામાં આવ્યું હતું. ડૉ.સુરેખાબેન દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક રવાગત કરવામાં આવ્યું હતું.સંસ્કૃત પ્રેમી શ્રી જગદીશભાઈ જોશી( સર્વોદય વિદ્યામંદિર ભાભર નિવૃત્ત શિક્ષક ) અને સંસ્કૃત ભારતી (બ.કા) ના કાર્યકર શ્રી બિપીનભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આનો લાભ 62 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો.ઇન્ચાર્જ પ્રિ. ડૉ. રાધાબેન દ્વારા વિધાર્થીઓને આશિર્વચન આપવામાં આવ્યા હતા. મહેમાનોને હસ્તે અ નૌપાચારિક કેન્દ્રના ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્પના તેમજ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ વિધાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે ડૉ. જાનકીબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધન અર્થે તેમજ વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા પ્રત્યે રસ -રુથિ વધે અને તેમની આંતરિક શક્તિઓ બહાર લાવવાના શુભાશયથી સંસ્કૃત વિભાગ દ્વારા પ્રતિવર્ષ સંસ્કૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!