GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા ખાતે જિલ્લા કક્ષાની અન્ડર-17 (ભાઈઓ) ફૂટબોલ સ્પર્ધા યોજાઈ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, કનેલાવ, ગોધરા(જિ. પંચમહાલ) ખાતે શાળાકીય જિલ્લા કક્ષાની અન્ડર-17 ભાઈઓની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓની 22 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રોમાંચક મેચો બાદ, ફાઇનલ મેચ ખેલો ઈન્ડિયા સેન્ટર, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, કનેલાવ-ગોધરાની ટીમ અને વી.એમ. હાઈસ્કૂલ, હાલોલ વચ્ચે રમાઈ હતી. જેમાં ખેલો ઈન્ડિયા સેન્ટરની ટીમે 1-0 થી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ખેલો ઈન્ડિયા સેન્ટરની ટીમ હવે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

વિજેતા ટીમને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પસાયા, મેનેજર શ્રી સુનિલ રાઠોડ અને કોચ શ્રી રોશન બારીઆએ અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ આપી હતી.

 

Back to top button
error: Content is protected !!