
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારા ને લઈ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું
મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારા ને લઈ મેઘરજ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું હતું અને ખેડૂતો એ માગ કરી છે કે ચાલુ ચોમાસે કમોસમી અને ખેતી સમયે વરસેલ વરસાદ ના કારણે સમયસર ખેતી થઈ શકી નથી જેથી મહેનત ખર્ચ માથે પડે એમ છે એમાં પણ આ ખાતર નો કમરતોડ ભાવ વધારો જેથી ખેડૂતો ને પરવડે એમ નથી તેથી ખાતર પરનો ભાવ વધારો તાત્કાલિક પરત કરવા ખેડૂતો એ માગ કરી છે.




