પાલનપુર તાલુકાના 118 ગામોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ. ગામે ગામ દેશભક્તિની લહેર ફેલાઇ.

14 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના 118 ગામોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ. ગામે ગામ દેશભક્તિની લહેર ફેલાઇ.પાલનપુર તાલુકામાં આઝાદીનો અમૃત મહોત્સવ અને 79 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ઐતિહાસિક આયોજન થવા જઈ રહ્યું છે. પાલનપુર તાલુકાના 118 ગામોમાં એકસાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો હેતુ માત્ર રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યેનો ગૌરવ જાગૃત કરવાનો નથી, પરંતુ દરેક નાગરિકના મનમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો છે.યાત્રાનું આયોજન તાલુકા પ્રશાસન, ગામ પંચાયતો, શાળાઓ, યુવા મંડળો, મહિલા મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. દરેક ગામની પ્રાથમિક શાળા ખાતેથી સવારના 11 વાગ્યાથી તિરંગા યાત્રા પ્રારંભ કરાઈ , જેમાં શાળાના બાળકો,શિક્ષકો, ગ્રામજનો, ખેડૂત ભાઈઓ, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન દેશભક્તિના નારા, રાષ્ટ્રગીત, તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા માટે અગાઉથી તમામ ગામોમાં તૈયારીઓ શરૂ કરવામાં આવું હતી. દરેક ગામના મુખ્ય માર્ગો, ચોરાહા, શાળાઓ અને જાહેર સ્થળોને તિરંગા અને રંગીન ફૂલોની સજાવટથી શણગારવામાં આવ્યા હતા. યુવાનો મોટરસાયકલ રેલીઓ દ્વારા યાત્રાને રંગીન બનાવશે, જ્યારે મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને તિરંગાના મહત્વ, રાષ્ટ્રીય પ્રતિકોનો સન્માન અને દેશ માટે કરવાની ફરજો અંગે માર્ગદર્શન આપાયું હતું.દરેક ગામમાં યાત્રા પૂર્વે રાષ્ટ્રીય ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ યાત્રા પ્રારંભ કરાઈ હતી . કેટલાક ગામોમાં ઐતિહાસિક સ્થળો અને શહીદ સ્મારક સુધી યાત્રાનું ગંતવ્ય રજુ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.વિશેષ વાત એ છે કે આ સમગ્ર આયોજનમાં “હર ઘર તિરંગા”નું સૂત્ર અપનાવવામાં આવ્યું હતું. જેથી તમામ લોકો એકતાની ભાવના અનુભવે.યાત્રા દરમિયાન પોલીસ અને હોમગાર્ડના જવાનો સુરક્ષા માટે તૈનાત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તિરંગા યાત્રા માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ પેઢી દર પેઢી સુધી ગુંજતો સંદેશ છે કે ભારત દેશ આપણા માટે ગૌરવ છે અને તેને સદાય અખંડ રાખવાનું છે.
ગામના વડીલોએ કહ્યું હતું કે આવી યાત્રા પહેલીવાર એટલા વિશાળ સ્તરે થઈ રહી છે, જે નવા યુગના ભારતને એકતા, દેશપ્રેમ અને સંસ્કારનું અમૂલ્ય સંદેશ આપે છે.આ કાર્યક્રમના અંતે દરેક ગામમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પાલનપુર તાલુકાનો આ ભવ્ય પ્રયાસ ચોક્કસપણે સમગ્ર જિલ્લાને પ્રેરણા આપશે અને આવનારા વર્ષોમાં પણ આવા કાર્યક્રમો યોજવા માટે પ્રોત્સાહિત કરશે.એક અખબાર યાદી માં પાલનપુર તાલુકા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, પાલનપુર તાલુકાના તમામ ગામો માં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો, શાળાના બાળકો, ગુરૂજીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. 





