ARAVALLIBAYADGUJARAT

અરવલ્લીઃ બાયડની કોટયર્ક સોસાયટીમાં પાછળના ભાગે મેડિકલ વેસ્ટના ઢગલા,મેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવો તે નિયમોનો છડેચોક ભંગ : જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લીઃ બાયડની કોટયર્ક સોસાયટીમાં પાછળના ભાગે મેડિકલ વેસ્ટના ઢગલા,મેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવો તે નિયમોનો છડેચોક ભંગ : જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો

બાયડ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ શું કરે છે…?

આરોગ્ય વિભાગ પગલાં ભરશે ખરું…..?

બાયડ નગર દિવસે દિવસે આરોગ્યધામ બનતું જાય છે બાયડ નગરમાં નવી નવી હોસ્પિટલો ખૂલતાં આરોગ્ય સુવિધાઓ વધી રહી છે તે સારી બાબત છે.પણ સાથે સાથે ગાઈડ લાઈનનો ભંગ અને લોકોના આરોગ્યને જોખમમાં મૂકે તેવા મેડિકલ વેસ્ટને ગમે ત્યાં ફેંકી દેવો તે માનવ સમાજ માટે મોટું જોખમ સાબિત થાય તેમ છે.સબંધિત આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોએ પણ આ બાબતનું સંપૂર્ણ ધ્યાન રખાય તે જરૂરી બની ગયું છે.બાયડમાં કોટીયર્ક સોસાયટીમાં રહેતા તુષારભાઈ રમણભાઈ ચૌધરીના ઘર પાછળ મેડિકલ વેસ્ટ કોઈ અજાણ્યા માણસો નાખી જતાં આ ઘટના મીડિયા સમક્ષ આવી છે. તો આવી રીતે મેડિકલ વેસ્ટ નાખી જનારા તત્વો કોણ હશે….!?? તેની યોગ્ય તપાસ સંબંધિત તંત્રએ કરી આવાં તત્વો સામે દાખલારૂપ પગલાં ભરવા જોઈએ તેવી લોકમાંગ પ્રબળ બની છે જે બાબત આરોગ્યધામ તરીકે વિકાસતાં બાયડ માટે શરમજનક કહેવાય આમ જાગૃત નાગરિકે વિડિઓ વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો

Back to top button
error: Content is protected !!