કનસુમરાની ૧૨૦ વીઘા જમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોન થતા ફુટ મુજબ અબજોરૂપીયાની કિંમત થઇ–નાણાની ખેતી થઇ અને ઉગ્યા પણ ખરા….!!!!!

જામનગરના “જાડા” માં ફરીથી ગુપચુપ રીતે ઝોન ફેર થયો
ચર્ચાઓ અને અટકળો મુજબ “ઉપરથી” આદેશ વચ્ચે સમગ્ર વિધિવત દરખાસ્ત સરકારમં–એક બે દિ’ માં જાહેરનામુ
વિકાસ નકશા-ઝોન-સતા-ઠરાવો-દરખાસ્તો-સરકારના આદેશો-સ્ટાફ વગેરે અનેક વિગતો માંગવામાં આવી હતી
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરના “જાડા” માં ફરીથી ઝોન ફેર થયો છે ત્યારે ગત માસમાં વિકાસ નકશા-ઝોન-સતા-ઠરાવો-દરખાસ્તો-સરકારના આદેશો-સ્ટાફ વગેરે અનેક વિગતો આરટીઆઇમાં માંગવામાં આવતા ફરીથી પટ ગરમ થયો હતો એકતો જાડામાં ચેરમેન કોણ તો ક્યે મ્યુનિસીપલ કમીશનર જાડાના સી ઇ ઓ કોણ તો ક્યે ડેપ્યુટી મ્યુનિસિપલ કમીશનર જાડાના સીવીલ ઇજનેર કોણ તો ક્યે કોર્પોરેશન સિવીલના પાઠક જાડાના આવાસ અધીકારી કોણતો કે કોર્પોરેશનના આવાસ અધીકારી અશોક જોશી…….હવે ક્યો આ જાડા છે કે કોર્પોરેશન નો જ ભાગ છે??
જેમાં લોકોના રેગ્યુલર કામ તો ટલ્લે જ ચડે છે વિકાસ કરવાનુ કોઇ નામ લેતુ નથી ને ફાયદો હોય ત્યારે જ જનરલ બોર્ડ મળે છે ત્યારે હાલ ફરીથી જાડા હેઠળના કનસુમરાના અમુક વિસ્તારો રેસીડન્ટ ને એગ્રીકલ્ચર માથી ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવા ની હિલચાલ ક્યાંકથી શરૂ થઇ હતી જેથી લોકોને આઇએએસ ખરાડી એ કરેલા કારનામા યાદ આવ્યા હતા (આ હાલના ઝોનફેરમાં અગાવના ઝોન ફેરમાંથી તાગ લઇ જુદ જુદા ખેલ ગુપ્ત રીતે પડાયા હતા તેમ પણ અમુક નેતાઓની ચર્ચાઓ સાંભળવા મળી છે કેમકે જેવો વાયરો શરૂ થયો કે તરત જ “હાલ આવુ કંઇ નથી…….” તેવી હવા ફેલાવા લાગી હતી) કેમકે ખરાડી વખતે ઝોન ચેન્જ થયા ફરીથી રદ થયા ફરીથી થયા તો કોઇ કોર્ટમા ગયા તેવામા જાડાની જમીનના લગડી પ્લોટ સબ જ્યુડીસ મેટર વચ્ચે જુના ભાવમા વેંચાણા અને વેંચાણા ના દસ્તાવેજ થયા ત્યા સરકારમાથી ગડગડીયુ આવતા દસ્તાવેજ રદ થયા અને મુખ્ય નાયક આઇએએસ ખરાડીને તાલીમ કેન્દ્રમા મુકવામા આવ્યા હતા જો કે તાજેતરમા ફરીથી જરાક બહાર ખેતીવાડી ખાતામાં હવે આવ્યા છે
દરમ્યાન જાડામાં આગેવાન અને જાણીતા એક્ટીવીસ્ટ તેમજ અનેક સફળ રજુઆત કરી ચુકેલા નિતિનભાઇ માડમએ જાડામાં વિગતવાર આરટીઆઇ કરતા જાડા અને કોર્પોરેશન બંને લગત સુત્રોમાં ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે હાલનુ ફરી જાગેલુ બીજા કોઇ ઝોન ફેરનુ ભૂત હવે કોનો ભોગ લેશે?? અને ખરેખર હવે ઝોનફેર ની જાડાની દરખાસ્ત ઉપરથી જો ઉપર સરકાર અને સંગઠનના અમુક લોકો વચ્ચે જો બધુ સમુ નમુ ઉતરશે તો સરકાર એક બે દિવસમાં નોટીફીકેશન પણ પ્રસિદ્ધ કરનાર છે
આ ઝોન ફેર ગુપચુપ રીતે ખુબ જ જાણીતા લોકો વચ્ચે જ ચર્ચાયુ ત્યારે જામનગર શિક્ષણ સમિતિના પુર્વ ઉપપ્રમુખે અગાઉથી જ આરટીઆઇ કરી હતી જેના જવાબો બાબતે તંત્ર ગોળ ગોળ લખતુ હતુ તેઓએ જાહેર માહિતી અધીકારીજામનગર વિસ્તાર વિકાસ સતામંડળ”જાડા” જામનગરને “જાડા” ના છેલ્લા અને હાલ અમલમાં રહેલા વિકાસ નકશા મુજબ જુદા જુદા ઝોન ના વર્ણન અને વિસ્તારની માહિતીઓ તેમજ તે અંગેના અમલમાં રહેલા અને રદ કરેલા બંને પ્રકારના જાહેરનામા, જુદા જુદા ઝોન અંતર્ગતમાંથી જે જે વિસ્તારના ઝોન બદલવા દરખાસ્ત તૈયાર કરાઇ હોય તે દરખાસ્તો, ઝોન અંગે જે કાયદા કે અધિનિયમ કે નિયમ હેઠળ ઝોન બદલી શકાય તે કાયદાની કલમો અધિનિયમની કલમો અને નિયમ તેમજ નોટીફીકેશન અંગેની માહિતીઓ, છેલ્લા પાંચ વરસમાં જાડા દ્વારા સરકારમાં મોકલાયેલા ઝોન બદલવાના ઠરાવોની નકલો અને સરકારે માન્ય રાખેલા અને રદ કરેલા ઝોન ફેર અંગે હુકમો કે આદેશો કે જાહેરનામાઓ કે નોટીસોની નકલો, છેલ્લા છ મહિના અંતર્ગત ઝોન બદલવા અંગે મળેલી અરજીઓ,રજુઆતો,દરખાસ્તો,સુચનો,પત્રો કે હુકમોની નકલો, છેલ્લા પાંચ વર્ષમાં જાડાના વિકાસ નકશા તેમજ ઝોન અંગે ન્યાયની અદાલતો જેમકે જીલ્લા-સત્ર,ઉચ્ચ કે સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલતા અથવા પેન્ડીંગ કોર્ટ કેસ અંગેની માહિતીઓ, જાડા પાસે ટીપી સ્કીમ અંતર્ગત ફાજલ પડેલી જમીનો કે અંતિમ ખંડો કે પ્લોટની વિસ્તારો વાર ક્ષેત્રફળ સાથેની વિગતો, છેલ્લા પાંચ વર્ષમાં જાડા દ્વારા વેંચાણ કરવામા આવેલ પ્લોટોના કરારખત અને વેંચાણખતની માહિતીઓ, કરાર કે વેંચાણ ખત થયા બાદ તે કરાર કે વેંચાણ અંગેના દસ્તાવેજ કે દસ્તાવેજો રદ કર્યા અંગેની માહિતીઓની નકલો તેમજ તે દસ્તાવેજો કરવા પુર્વેના ઠરાવો તેમજ દસ્તાવેજો રદ કરવાના ઠરાવો અને દસ્તાવેજો રદ કરવા અંગેના સરકાર કે અન્ય સ્તરેથી મળેલા હુકમો,ચુકાદાઓ, “જાડા” દ્વારા હાલ વેંચાણ થઇ શકે તેવા પ્લોટ કે જમીનોના વિસ્તાર વગેરેની માહિતીઓની નકલો અને તેની વેંચાણ કિંમત નિયત થયા અંગેના ઠરાવો કે હુકમોની નકલો તેમજ આવી જગ્યા કે પ્લોટ વેંચાણ કરવા અંગે કાર્યરત કમીટીની વિગતો જેમકે સભ્યોના નામ,હોદા અને સતાઓ, “જાડા” ના જનરલ બોર્ડની સતાઓ,”જાડા” ના બોર્ડ મેમ્બર અંગેનુ અમલમા રહેલુ જાહેરનામુ,”જાડા” મા અમલમા રહેલી જુદી જુદી કમીટીઓના નામ ,તેમાંના સભ્યોના નામ અને હોદા તેમજ તે કમીટીઓની સતાઓ, “જાડા” મા છેલ્લા પાંચ વર્ષમા થયેલા સર્ક્યુલર ઠરાવો,” જાડા” ના ચેરમેનની સતાઓ, “જાડા” નું મંજુર મહેકમ અને ભરાયેલુ મહેકમ તે મુજબ નામ હોદાની વિગત તેમજ આઉટસોર્સ કે કોન્ટ્રાક્ટ કે અન્ય પદ્ધતિથી ફરજમા રહેલા પાર્ટ ટાઇમ કે ફુલ ટાઇમ કર્મચારીઓના નામ અને હોદાઓની વિગત અને તદન ખાલી રહેલ જગ્યાઓની વિગતો, “જાડા” અંતર્ગત સમાવિષ્ટ વિસ્તાર અને ગામોના નામ,”જાડા” મા પેન્ડીંગ રહેલી ઝોન બદલવા અંગેની અરજીઓ કે દરખાસ્તો કે એજન્ડા આઇટમની માહિતીઓની નકલો, “જાડા”ની આગામી સામાન્ય સભાના અને કારોબારીની સભાના એજન્ડાઓની યાદી અને માહિતીઓની નકલો “જાડા” ના વિકાસ નકશાના ભંગ થયા અંગે નોટીસ ,તાકીદ,હુકમ કે ઠરાવો કે પેનલ્ટી કે તે ભંગ રદ કરવા અંગેની છેલ્લા પાંચ વર્ષના હુકમો કે પગલાઓની માહિતીઓ, “જાડા”ના જનરલ બોર્ડ અને કારોબારી ના એજન્ડાઓ તૈયાર કરનાર સમિતીઓની માહિતીઓ તેમજ એજન્ડા આખરી કરનાર સમીતીઓની માહિતીઓ જેમા નામ હોદા વગેરેની નકલો, “જાડા” ના કારોબારી કુલ સભ્યો અને જનરલ બોર્ડના કુલ સભ્યો ની સંખ્યા તેમજ આ સંખ્યામાં સભ્ય મુજબ મત ગણવાની પદ્ધતિઓ અને બહુમતી માટે મતોની કે સભ્યની સંખ્યાની વિગત અને તે નિયત કરતા હુકમો કે ઠરાવોની માહિતી ની નકલો અરજદાર તરીકે નિતિન એ. માડમએ વિધિવત અરજી દાખલ કરીને માંગી હતી
આ આરટીઆઇ બાદ ચર્ચાઓ એ શરૂ થઇ છે કે કનસુમરાની જમીન અંગે કોઇ સ્થાનીક અને કોઇ ઉપરના એમ મળી ને ગોઠવણ કોના હિતમાં કરી રહ્યા છે??? આ ધુંધવાતી આગ જેવા વિષય અંગે દક્ષિણનો પવન વધુ આગ લગાડશે તેમ ચર્ચા થતી હતી તે મુજબ જ કનસુમરાની ૧૨૦ વીઘા રેસીડન્ટ અને એગ્રીકલ્ચર ઝોનની જમીન સ્થાનિક વિરોધ વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગુપચુપ ફેરવી જુજ હાજર સભ્યોની જનરલબોર્ડમાં સહી લઇ ઉપરથી આદેશ હતો તે મુજબનિ ડ્રાફ્ટીંગ કરી દરખાસ્ત સરકારમાં મોકલાઇ છે તેમજ સુત્રો જણાવે છે કે જાહેરનામુ તૈયાર જ છે બસ પ્રસિદ્ધ થવાની જ વાર છે
આ સમગ્ર પ્રકરણ કહેવાતો અને જોયે વામન લાગતો એક બટુક સંગઠનના કોક સરકારના કોક નેતા અને કોક સચિવએ સમગ્ર વિષયની “ગોઠવણ” કરી હતી અને રાજ્ય સરકાર તેમજ પ્રદેશ સંગઠન લગત જામનગરના કોઇ પણ નેતાઓને લ્હાવો મળ્યો નતયી પરંતુ એક પ્રદેશ સુધી પહોંચ ધરાવનાર અગાવ કે હાલના કોઇ મિનિસ્ટર થોડા ઘણા ધમ પછાડા કરતા હતા પરંતુ કંઇ વળ્યુ નથી બીજી તરફ ભાગબટાઇ પેન્ડીંગ છે માટે જે સભ્યોએ સહી કરી છે તેમાંથી અમુકની સાતમ આઠમ સુધરી નતયી કદાચ અમાસનો મેળો સુધરે તો નવાઇ નહી તેવી ચર્ચાઓ સાંભળવા મળી છે કેમકે જંગી વ્યવહારો અમુક જામનગર બહાર થયા તે સિવાયના તે થીપણ વદફુ વ્યવહારો જે સ્થાનિક વિરોધ છે ત્યા થશે તેવુ અનુમાન હોવાનુ જાડાના એકાદ બે સભ્યોને આશા છેવતેમ દબાતા સુરે ગણગણતા હોવાનુ ચબરાકો કહે છે.
_______________
regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)






