DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – આશ્રમ શાળા બોગજ ના મેદાનમાં ઉલ્લાસભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

ડેડીયાપાડા – આશ્રમ શાળા બોગજ ના મેદાનમાં ઉલ્લાસભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ

તાહિર મેમણ- ડેડીયાપાડા – 15/08/2025 – આદિવાસી સામાજિક કેન્દ્ર એજ્યુકેશન સોસાયટી નિવાલ્દા સંચાલિત આશ્રમ શાળા બોગજ (દેડીયાપાડા) ખાતે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવા ની અધ્યક્ષતામાં આઝાદીના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટ ની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી.

 

 

આ ઉજવણી દરમિયાન આશ્રમ શાળા બોગજ ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

 

આ ઉજવણીમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જનભાઈ વસાવા, ગુજરાત હાઇકોર્ટ વકીલ તુષારભાઈ વસાવા, ક્રાઈમ પ્રિવેન્સી ગુજરાત પ્રેસિડેન્ટ મનીષભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રેસિડેન્ટ સંદીપભાઈ વસાવા, સંસ્થાના વડા ફાદર રાકેશભાઈ, આશ્રમશાળા ના આચાર્ય રાયસીંગભાઇ વસાવા, ગણપતભાઈ વસાવા, આશ્રમ શાળાના શિક્ષકશ્રીઓ તેમજ શાળાના વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!