GUJARAT

ડાંગ: સુબીરમાં સંકલ્પ યોજના કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયુ, આ કેન્દ્ર સરકારી યોજનાનો લાભ અપાવવા મદદરૂપ થશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના સુબીર બ્લોકમાં સંકલ્પ યોજના કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર LTIMindtree અને L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સમર્થનથી સ્થાપિત કરવામાં આવ્યું છે અને હકદર્શક એમ્પાવરમેન્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે.

આ કેન્દ્ર નાગરિકોને અરજી પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન અને દસ્તાવેજીકરણ સહાય પૂરી પાડી તમામ સરકારી અને અર્ધ-સરકારી યોજનાઓનો ઉપયોગ કરવામાં મદદ કરશે. યોજના કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, પાત્રતા ધરાવતા દરેક નાગરિકને વિવિધ સરકારી યોજનાઓનો યોગ્ય લાભ સમયસર મળે, જેથી કોઈને પણ તેનો લાભ લેવામાં મુશ્કેલી ન પડે.

આ ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન LTIMindtreeના અર્ચના સહાય ગ્લોબલ ESG હેડ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના વડા સંદીપ ભટ અને L&T પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સિનિયર પ્રોગ્રામ મેનેજર જ્યોતિ નિંબોરકર હાજર રહ્યા હતા. આ પ્રંસંગે સુબીરના સરપંચ, સુબીર ગામના પટેલ, ગાવધહાડના સરપંચ, ગીરમાલના ઉપસરપંચ અને હકદર્શક ટીમ અને સુબીરમાં કાર્યરત અન્ય ભાગીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!