GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

તા.૨૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જુલાઈ માસમાં ૩૫૨૧ મે.ટન ઘઉં, ૨૩૮૭ મે.ટન ચોખાનું વિતરણ કરાયું
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક યોજાાઇ હતી.
જેમાં પુરવઠા અધિકારીશ્રી અજય ઝાપડાએ જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં રાશનકાર્ડના લાભાર્થીઓને ૩૫૨૧.૫૫ મેટ્રિક ટન ઘઉં, ૨૩૮૭.૯૦૭ મે.ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે ૧૬૭.૭૬૩ મે.ટન તુવેરદાળ, ૧૬૯.૩૦૩ મે.ટન ચણા, ૯૨૭.૪૩ મે.ટન ખાંડ, તેમજ ૧૩૭.૯૯૯ મે.ટન મીઠું વિતરણ કરાયું છે. જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ૩,૨૦,૬૨૨ રાશનકાર્ડ નોંધાયેલા છે. જેમાં ૧૩,૧૧,૯૧૦ જનસંખ્યાનો સમાવેશ થાય છે. જુલાઈ-૨૦૨૫ સુધીમાં જિલ્લામાં વન નેશન, વન રેશન હેઠળ ૧૦,૬૦૩ લાભાર્થીઓ નોંધાયા છે.


