ભાદરવી પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન હનુમાન સેવા કેમ્પ શરૂ કરાશે

31 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભાદરવી પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન હનુમાન સેવા કેમ્પ શરૂ કરાશે.તારીખ ૩૦.૦૮.૨૦૨૫ રોજ સાંજે ૬.૧૫ મિનિટે પાલનપુર ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો અંબાજી પગપાળા જતા હોઈ છે ત્યારે અનેક સેવા કેમ્પ શરૂ કરવામાં આવતા હોય છે તેવી જ રીતે પાલનપુરમાં કેમ્પનું સ્થળ ટેલીફોનએક્ષચેન્જ મહિલા મંડળ પાસેભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાના સાંનિધ્યમાં જતા પગપાળા યાત્રિકો ની સેવા માટે 12મા વર્ષે કેમ્પનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ.કેમ્પના આયોજક : પાર્થ ચોકસી, ગૌરવ ઠાકોર.મેહુલભાઈ માળી અને જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી. પરેશભાઈ પ્રજાપતિ. સોનુભાઈ રેડિયમ વાળા. દ્વારા આયોજીત સૌજન્ય અન્નપૂર્ણા ગ્રુપ પાલનપુર દ્વારા સેવાકેમ્પ શરૂ કરવામાં આવશે.કેમ્પની સુવિધાઓઃ-ચા-નાસ્તો, જમવાની સગવડ,
આરામ સુવિધા, મેડીકલ, માલીઝસ -મસાજ મશીન, મોબાઈલ ચાર્જીંગપોઈન્ટ વગેરે સેવા આપવામાંઆવશે.






