
હોકીના જાદુગર ,ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મ જયંતી સમગ્ર ભારત દેશમાં “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે ખેલે ભી, ખીલે ભી ના થીમ સાથે કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર ,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ ક્રીડા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના માર્ગદર્શનમાં સરકારી આદર્શ નિવાસી ઈન સ્કૂલ કેશોદ ખાતે ત્રિદિવસીય જુદી જુદી રમતોનું આયોજન શાળા કેમ્પસમાં કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ જોડાયા હતા.વિવિધ રમતોના સુંદર આયોજન દ્વારા ફિટ ઇન્ડિયા મિશન દ્વારા દેશવાસીઓને શારીરિક-માનસિક તંદુરસ્તી અને રમત ગમતને જીવનનો હિસ્સો બનાવવા શુભ સંદેશ પાઠવવામાં આવ્યો હતો.સાથે ઓલમ્પિક મૂલ્યોની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા ટી-શર્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્ય બી.એસ.ભાવસારે રાષ્ટ્રીય રમત દિવસની સૌને શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમમાં શાળાના એમ.ડી.દાહિમા,એચ.એસ. મુછાળ,ગિરીશ બગીયા સાથે સર્વ સ્ટાફ જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્યવસ્થા શાળાના વ્યાયામ શિક્ષક ડોક્ટર હમીરસિંહ વાળાએ કર્યું હતું જ્યારે તમામ રમતોનું સંચાલન ઇન સ્કુલ ટ્રેનર વિજયસિંહ વાળા અને અજમલ ઠાકોરે કર્યું હતું. રાષ્ટ્રીય રમત દિવસની સુંદર ઉજવણી માટે જિલ્લા નાયબ નિયામક પી.ડી.સરવૈયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી એ.કે.રાઠોડે અભિનંદન પાઠવ્યા હતા
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







