લાખણી સી આર સી ને મહર્ષિ વિશ્વામિત્ર ગુરુ સન્માન થી સન્માનિત કરાયા

2 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
તાજેતર માં બિહાર ના બક્સર જિલ્લા ના ડુમરાવ ખાતે “શિક્ષણ માં બદલાવ” સેમિનાર અને મહર્ષિ વિશ્વામિત્ર ગુરુ સન્માન 2025 કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારત ના 16 જેટલા રાજ્ય ના 100 થી વધારે શિક્ષકો એ ભાગ લીધો હતો.આ કાર્યક્રમ માં સાંસદસભ્ય શ્રી સુધાકરસિંહ, ધારાસભ્ય શ્રી ડૉ.અજીત કુશવાહ,લખનૌ ના આઈએએસ અધિકારી ઓમ પ્રકાશજી, ડુમરાવ ડાયટ ના પ્રોફેસર અને ઈનચાર્જ પ્રાચાર્ય નવનીતજી તેમજ નામાંકિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં. ત્યારે ગુજરાત માંથી 4 શિક્ષકો એ આ સેમિનાર માં ભાગ લીધો હતો અને સન્માન પ્રાપ્ત કર્યું હતું.અત્રેની લાખણી ખાતે સી આર સી કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા સુખદેવરામ ઈશ્વરલાલ જોષી એ આ સેમિનાર માં ભાગ લીધો હતો. “શિક્ષણ માં બદલાવ” અંતર્ગત પોતાના વિચારો રજૂ કર્યા હતા સાથે તેઓને મહર્ષિ વિશ્વામિત્ર ગુરુ સન્માન જેમાં ટ્રોફી, પ્રમાણપત્ર,ખેસ,પેન,બેગ વગેરે થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માન થી સુખદેવરામ જોશીએ સમાજ,ગામ સહિત સમગ્ર જિલ્લા નું ગૌરવ વધાર્યું હતું. 





