એક વો ભી ઉજાલા થા એક યહ ભી અંધેરા હૈ

ગુજરાત ભાજપને મોદીએ મજબૂત કર્યુ હતુ-નબળુ કોણે પાડ્યુ??
જામનગર (ભરત ભોગાયતા)
એમ કહેવાય છે કે સેનાપતિના હૈયે માત્ર રાજ નુ હિત હોવુ જોઇએ કોઇ સ્વાર્થ,અહંકાર,જડતા,જીદીવલણ સમગ્ર રાજને નુકસાન કરે છે કેમકે લોકોને સદગુણોથી સાથ છે ન જોઇતા વળગણોથી લોકો થાકી જાય , કિનારો કરી લે અને ગમે તેવુ મજબુત સંગઠન હોય ખોખલુ થય જાય કેમકે સંગઠનનો આત્મા કાર્યકર્તા હોય અને એ કાર્યકર્તાનો સર્વાંગી વિચાર ન થાય અને સંગઠન વડા પોતે જ સાચા માની દોડ્યે જ જાય …………તો શું થાય?? ચિતાર નજર સામે છે, ગુજરાતમાં……..જુઓ તાસીર તવારીખ અને તાંતણા જોડો તો કૌન કિતને પાનીમેં……..ખબર પડશે……..નરેન્દ્ર મોદી એ ગુજરાત ભાજપમાં પ્રાણ ફુંક્યા હતા, સુસજ્જ કર્યુ હતુ,સંગઠનની તાકાત દેશભરમાં છવાઇ હતી તો તેઓ વડાપ્રધાન થયા બાદ ગુજરાત ભાજપને ખોખલુ કોણે કર્યુ?? સોચો….સોચો…..વર્તમાનમાં જુઓ…..જુઓ….બધું જ સમજાય જશે……વાત આમ તો ટુંકી છે ને આમ બહુ મોટી છે.

ભારતીય જનતા પાર્ટી માટે એન્ટી ઇન્કમબન્સી તો ઊભી થઇ નથી ને?? એક્પ્રેશન લેસ સેનાપતિ શું જેલર ની જેમ વર્તન કરે છે??, બે કાર્યકર્તા જગાડે તો એમ કયે છે કે ઝગડી લ્યો, લોહીલુહાણ થશો તો પાટા બાંધી આપીશું. !!?? એવું છે??
સંગઠન જો પકડ ગુમાવી,દે તો પ્રસાશન બેફામ બને અને કોન્ટ્રાક્ટર્સ અને સંગઠનના હોદેદારો કોણ તે બેદ કરવો મુશ્કેલ બને છે એક સૂર હોય ,એકસરખી વાત હોય,એકસરખો અમલ હોય તો બધુ સમુ સુતરૂ ચાલે પરંતુ હાલ તો ચારેકોર જૂથવાદ બેફામ કાં બન્યો??
પેટ્રોલ થી ચાલતા વાહનને કોઈ કેરોસીન થી ચલાવવા લાગે તો એ સમયે તો ગણાય કે ઇંધણ ખર્ચ ખૂબ ઓછો થયો, પણ બીજો વ્યક્તિ જ્યારે એ વાહન હાથ માં લ્યે તો થોડી વારમાં વાહનનું એન્જિન ચોટી જાય. પછી કેરોસીન થી વાહન ચલાવનાર કહે જો હું કેવું મસ્ત વાહન, ઓછા ઇંધણ ખર્ચ થી ચલાવતો, હવે આમણે તો એન્જિન ચોટાડી દીધું તેના જેવું જો સેનાપતિનું કામ હોય તો તે ટીકાત્મક જ છે.
૨૦૦૦ થી ૨૦૧૪ સત્તત સંઘર્ષ કરી મોદી સાહેબે ગુજરાત ને સાચા અર્થમાં ઊભું કર્યું, પણ ત્યારબાદ અને ખાસ છેલ્લા વરસોમાં ટાઇટેનિક ડુબાડે તેવી સ્થિતિ કરી મૂકી હોય તેવો અનુભવ કરતા કાર્યકર્તાઓ કહે છે કે કોક તારણહાર લાવો………
વરિષ્ઠ અને સમર્પિત કાર્યકર્તાઓ પ્રત્યે દુર્લક્ષ, તમે નહી યુવાનો જોઈએ છીએ, બિનજરૂરી સત્તત થયા કરતા કાર્યક્રમો, જે માત્ર સોશિયલ મીડિયા પ્રેઝન્સ પૂરતા મર્યાદિત રહે તેવા કાર્યકમો થી કાર્યકર્તા પણ નારાજ છે. થાકેલ છે. વોર્ડ પ્રમુખો ૨૪ કલાક નોકરી પર હોય તેમ કામ લેવા ના કાર્યક્રમો અપાય રહ્યા છે, તો બીજી તરફ લોકો ની ફરિયાદનું નિવારણ કરવા માટે શાસક પક્ષ પાસે કોઈ અસરકારક રણનીતિ હવે છે જ નહી ને??
પાના પ્રમુખ છે, તો એ પ્રમુખ એ ૩૦ લોકોના સંપર્કમાં રહી તેઓની મૂળભૂત સમસ્યા માટે ચિંતા કરે તેવો કાર્યક્રમ નથી અપાતો. પણ મીડિયા વિઝિબ્લિટી ના કાર્યક્રમો અપાય છે માત્ર.
લોકો નોંધી રહ્યા છે, પ્રબળ વિકલ્પ ના અભાવે ભાજપ એ એક ચક્રી શાસન ચલાવ્યું છે. કોંગ્રેસ માં મોટાભાગે ઉમેદવાર ભાજપ સાથે તાલમેલ ગોઠવાતા, એ કોંગ્રેસ ઉમેદવાર પ્રચાર ન કરે, કોંગ્રેસ સંગઠન (ગુજરાત માં કોંગ્રેસ સંગઠન સમીક્ષાજનક છે), સંગઠન તેના ઉમેદવાર ની સાથે ન હોય એટલે હમેશા કોંગ્રેસ હારી રહી હતી, પણ જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી ના ઉમેદવારો વેચાશે નહીં ત્યાં ત્યાં તેઓની જીત પાકી છે.
હવે લોકોની સમસ્યા ચરમ સીમાએ પહોંચી છે, હિન્દુ મુસ્લિમ, કાશ્મીર, આતંકવાદ બધું તો પછી હોય, પહેલા માણસ ને ઘર માં ચોખ્ખુ પાણી, ચોખ્ખી શેરી,ચોખ્ખી ગટર, શિક્ષણ, આરોગ્ય,સલામતિ,પ્રશ્ર્નોના ઉકેલ વગેરે ઘણુ જોઈએ છીએ તેમાં અનિયમિતતા લોકોનો મિજાજ બદલાયો છે. નરેન્દ્રભાઈ મોદીની ચાહના એટલી જ છે, પણ લોકો ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીની જેમજ ગુજરાત ને ફરી ઊભું કરી શકે તેવા સેનાપતિ શોધે છે
અધિકારી ની સ્થિતિ તો એ છે કે, કેબિનેટ મિનિસ્ટર હોય તેવા રુવાબ દાખવે છે. લોકો જાણે લાચાર હોય, અને ભીખ માંગવા જતા હોય તેવી સ્થિતિમાં અધિકારીઓ ની ઓફિસે ઊભા જોવા મળે છે. ગુનેગારો બેફામ થઇ જાય છે મોકળા મેદાન છે ખરેકજર કાયદો વ્યવસ્થાની સંપુર્ણ અમલવારી અને લોકોના જાનમાલની સુરક્ષાની મુળભૂત ફરજ અસરકારક જ હોવી જોઇએ ને??






