ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ધનસુરા, સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ ૧૦ દિવસ જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ધનસુરા, સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ ૧૦ દિવસ જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળના સંકલ્પ હબ દ્વારા ધનસુરાની ધ પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, કાયદાઓ અને આરોગ્ય પોષણ વિષય પર ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ કરવામાં આવેલ. ડૉ. ભરતભાઇ પરમાર દ્વારા કાર્યક્રમની રૂપરેખા સમજાવી કારક્રમની શરૂઆત કરવામાં આવી.

૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, ૧૧૨ જન રક્ષણ, સખી વન સ્ટોપ સેન્ટર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા વિભાગ, આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ. બેંક – ફાયનાન્સિલ લીટ્રેસીની માહિતી આપવામાં આવી. કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતા બેટી બચાવો, બેટી પઢાવોની શપથ લેવડાવવામાં આવી.જિલ્લા બેંક, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, આઈ.સી.ડી.એસ. વિભાગ ના અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહી દીકરીઓને વિવિધ યોજનાનો, કાયદાઓ અને સલામતી સુરક્ષા અંગે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતઃ માં કોલેજના પ્રિન્સીપાલ દ્વારા આભારવિધિ કરી કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ. કોલેજ સ્ટાફ દ્વારા ખૂબસહકાર આપવામાં આવ્યો. કાર્યક્રમ સફળ રહ્યો.

Back to top button
error: Content is protected !!