ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : જ્ઞાનધારા અંતર્ગત શિક્ષક દિનની ઉજવણી બી.એડ. કોલેજ, મેઘરજ ખાતે કરાઈ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : જ્ઞાનધારા અંતર્ગત શિક્ષક દિનની ઉજવણી બી.એડ. કોલેજ, મેઘરજ ખાતે કરાઈ

ગવર્નમેન્ટ બી.એડ. કોલેજ, મેઘરાજ ખાતે તા. ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ “જ્ઞાનધારા” કાર્યક્રમ અંતર્ગત શિક્ષક દિન હર્ષોલ્લાસ અને ઉમંગપૂર્વક ઉજવાયો હતો. શિક્ષક દિનના દિવસે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વિદ્વાન શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.

આ વર્ષે તા. ૫ સપ્ટેમ્બરના રોજ ઇદ નિમિત્તે જાહેર રજા હોઈ શિક્ષક દિનની ઉજવણી ચોથી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. બી.એડ.ના તાલીમાર્થીઓ – ભવિષ્યના શિક્ષકો – દ્વારા સમગ્ર કોલેજનું શૈક્ષણિક તેમજ સંચાલનાત્મક કાર્ય સંભાળવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોના શિક્ષકોની ભૂમિકા નિભવી હતી અને ક્લાસરૂમમાં શિષ્ટાચારપૂર્વક શિક્ષણ આપ્યું હતું. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ તાલીમાર્થીઓમાં શિક્ષકીય જવાબદારી, આત્મવિશ્વાસ અને વ્યવસ્થાપન ક્ષમતા વિકસાવવાનો હતો.

પ્રાર્થનાસભામાં તાલીમાર્થીઓ દ્વારા શિક્ષક દિનના મહત્વને ધ્યાને લઈને દિન-વિશેષ, શુભાષિત, વ્ય્સ્કતી વિશેષ અને પ્રશ્નોત્તરી કરવામાં આવી અને ડૉ. રાધાકૃષ્ણનજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓની ભુમિકા પ્રશંસનીય રહી હતી. વિદ્યાર્થીઓએ પાઠ આયોજન, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તથા શિસ્તપૂર્ણ વર્ગ સંચાલન કરી પોતાનું કુશળતા દર્શાવી.કોલેજના પ્રિન્સિપાલ એ તથા ફેકલ્ટી સભ્યોએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને તેઓને ભાવિ શિક્ષક તરીકે આવશ્યક ગુણો વિષે માર્ગદર્શન પણ આપ્યું. અંતે સમાપન સત્રમાં શિક્ષક બનેલા તાલિમાર્થિઓએ અને તેમના જ સહપાઠી છે તેવા વિદ્યાર્થીઓએ પોત-પોતાના અનુભવો પ્રતિભાવ સ્વરૂપે આપ્યા અને તમામે મળીને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કર્યું.

 

 

Back to top button
error: Content is protected !!