આણંદ અલાના હાઈસ્કૂલ માં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી

આણંદ અલાના હાઈસ્કૂલ માં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી
તાહિર મેમણ – આણંદ – 06/09/2025 – આજ રોજ અલાના હાઈસ્કૂલ માં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી*
જેમાં શાળા ના વિદ્યાર્થીઓ એ ખુબ જ ઉત્સાહ થી શિક્ષક બન્યા અને શિક્ષણ કાર્ય ખુબ સારી રીતે કરવામાં આવ્યું જેમાં શાળા ના રેગ્યુલર શિક્ષકોએ નિરીક્ષણ કરી ધોરણ 1.થી 8 માં અને 9 થી 12 મા પ્રથમ દ્વિતિય તૃતીય નંબર આપી વિદ્યાર્થીઓ ના ઉત્સાહ માં વઘારો કર્યો હતો.
અને શિક્ષક બનેલા વિદ્યાર્થી મિત્રો એ શિક્ષક બનીને પોતાના અનુભવ રજુ કર્યા હતા અને શિક્ષણ કાર્ય કરવું સેહલું નથી તે લાગણી ઓ વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મિત્રો એ સાથે મળી ને કર્યું હતું. શાળા સંચાલક રોશનબેન, સેક્રેટરી અશરફભાઈ, આરીફભાઈ મેમણ ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી
વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન યૂથ વિંગ આણંદ દ્વારા ઈદે મીલાદ ની ઉજવણી કરવામાં આવી પયગંબર સાહેબ નો જન્મદિવસ હોવાથી વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન આણંદ યૂથ વિંગ દ્વારા પ્રોજેક્ટ મોહબ્બતે અંતરગત બિસ્કીટ વિતરણ કરી ઇદ એ મીલાદ ની ઉજવણી કરવામાં આવી. જેમા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન આણંદ ના સિટી ચેરમેન અશરફભાઈ (મચ્છીવાળા ) યૂથ વિંગ આણંદના પ્રમુખ ઇમરાનભાઈ જામનગરી,wmo લાઈફ મેમ્બર ફારૂક ભાઈ સૂર્યા તથા યૂથ વિંગ ના તમામ સભ્યો એ હાજર રહી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.





