MEHSANAVIJAPUR

વિજાપુર આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ સેકન્ડરી સ્કૂલ ખાતે સ્વયંમ શિક્ષક દિન ની ઉજવણી કરાઇ

વિજાપુર આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ સેકન્ડરી સ્કૂલ ખાતે સ્વયંમ શિક્ષક દિન ની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ સેકન્ડરી સ્કૂલ ખાતે સ્વયંમ શિક્ષક દિન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિનની ઉજવણી ના ભાગ રૂપે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં ધોરણ 9 અને 12 ના તમામ વર્ગોમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ પોસ્ટ માટે કુલ 172 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.શાળાના યુવા પ્રિન્સિપાલ ચેતન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા મા આવ્યું હતું. શાળામાં યોજાયેલ સ્વયં શિક્ષક ના કાર્યક્રમ મા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીભાઈઓ અને બહેનોનું પુષ્પ વર્ષા અને સ્કૂલ બેન્ડ સાથે શાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, હતું સમાજની રચના માટે શિક્ષકોનું કેટલું યોગદાન છે,એ વિષય પર છેલ્લે વિદ્યાર્થીઓના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા ડો.રાધાકૃષ્ણની યાદ માં શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આશ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!