GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર- મોરબી નેશનલ હાઈવે પર બોલેરો ગાડીમાં ચોર ખાનામાથી બિયરના જંગી જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

WAKANER:વાંકાનેર- મોરબી નેશનલ હાઈવે પર બોલેરો ગાડીમાં ચોર ખાનામાથી બિયરના જંગી જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

 

 

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર રાણેકપર ગામના બોર્ડ પાસે બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનું બનાવી બીયરના ૧૬૮૦ ટીનનો જથ્થો લઇ જતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે બોલેરો પીકઅપ, પાયલોટીંગ કરનાર સ્કોપીઓ ગાડી તેમજ ૫ મોબાઈલ સહીત ૧૭,૧૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે કલ્પેશભાઈ જયંતીભાઈ અઘારા રહે જુના દેવળિયા હળવદ વાળો બોલેરો જીજે ૩૬ વી ૮૩૨૩ વાળીમાં ઘર વપરાશના સામાનની આડમાં ચોરખાનામાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરી સ્કોર્પીઓ ગાડી જીજે ૩૬ એજે ૩૯૦૦ વાળીમાં આગળ પાયલોટીંગ કરી બંને ગાડીઓ વાંકાનેર બાઉન્ડ્રી તરફથી નીકળી મોરબી જવાની છે જે બમ્તીને પગલે ટીમે રાણેકપર ગામના બોર્ડ પાસે વોચમાં હતા અને બોલેરો પીકઅપ અને સ્કોર્પીઓ ગાડીને આંતરી લઈને તલાશી લીધી હતી

બોલેરોમાં ચોરખાનું બનાવી છુપાવી રાખેલ બીયરના ટીન નંગ ૧૬૮૦ કીમત રૂ ૩,૬૯,૬૦૦ મળી આવતા પોલીસે બીયરનો જથ્થો, બોલેરો કીમત રૂ ૫ લાખ, સ્કોર્પીઓ ગાડી કીમત રૂ ૮ લાખ, ૫ મોબાઈલ કીમત રૂ ૫૦,૦૦૦ મળીને કુલ રૂ ૧૭,૧૯,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી કલ્પેશ જયંતીભાઈ અઘારા, કલ્પેશ ઉર્ફે બાબો જેઠાભાઈ કલોતરા અને યોગેશ શનાભાઈ સીસા રહે ત્રણેય જુના દેવળિયા તા. હળવદ વાળાને ઝડપી લઈને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!