KUTCHMUNDRA

કચ્છના પ્રવાસન ક્ષેત્રે એક નવું સોપાન, ‘અતિથિ દેવો ભવ:’ના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ

ભુજ-માધાપર હાઇવે પર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોટલ રિજેન્ટાનો પ્રારંભ

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

કચ્છના પ્રવાસન ક્ષેત્રે એક નવું સોપાન, ‘અતિથિ દેવો ભવ:’ના સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ

ભુજ-માધાપર હાઇવે પર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોટલ રિજેન્ટાનો પ્રારંભ

 

મુંદરા, તા. ૨૫ : આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી કચ્છ જિલ્લાએ પ્રવાસન ક્ષેત્રે વિકાસની અકલ્પનીય રફતાર પકડી છે. ઔદ્યોગિક અને બંદરીય વિકાસના કારણે દેશ-વિદેશના પ્રવાસીઓ અને ઉચ્ચ અધિકારીઓનો ધસારો કચ્છમાં સતત વધતો રહ્યો છે. આ વિકાસયાત્રામાં વધુ એક સીમાચિહ્ન ઉમેરતા ભુજ શહેરના મધ્યમાં આવેલા ભુજ-માધાપર હાઇવે પર રિજિયોનલ સાયન્સ સેન્ટરની બાજુમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોટલ રિજેન્ટા સાયન્સ સેન્ટ્રલનો ભવ્ય પ્રારંભ થયો છે.

આ હોટલનો પ્રારંભ અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન સ્વ. તારાચંદભાઈ છેડા પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રસંગે પરિવારના મોભી શ્રીમતી હંસાબેન તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે આ હોટલનું નિર્માણ તેમના સ્વર્ગસ્થ પુત્ર જયેશએ સેવેલા સ્વપ્નને તેમના પૌત્રો કિરણ છેડા અને દીપ છેડાએ સાકાર કર્યું છે. તેમણે નવરાત્રીના બીજા દિવસે આ હોટલ લોકોની સેવામાં સમર્પિત કરવા બદલ સવિશેષ આનંદ વ્યક્ત કરીને પૌત્રોને આશીર્વાદ પાઠવ્યા હતા. છેડા પરિવાર વતી ગીરીશભાઈ છેડા, લ્હેરીભાઈ છેડા, જીગરભાઈ છેડા, અને કિરણભાઈ છેડાએ ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત કર્યું હતું.

હોટલના ઉદ્ઘાટન પ્રસંગે અનેક રાજકીય, સામાજિક અને વ્યાપારિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આ હોટલ વડાપ્રધાનના “અતિથિ દેવો ભવ:” ના સૂત્રને સાર્થક કરશે અને કચ્છના પ્રવાસન વિકાસમાં નવી કડી જોડશે.

ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કચ્છના પ્રવાસન ક્ષેત્રે થયેલા અકલ્પનીય વિકાસની પ્રશંસા કરીને છેડા પરિવારને શુભકામના પાઠવી હતી. અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે આ હોટલથી કચ્છ આવતા પ્રવાસીઓને “પોતીકાપણા”નો અનુભવ થશે. ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે શ્રી છેડા પરિવારે ફોર સ્ટાર હોટેલનો પ્રારંભ કરીને પ્રવાસન ક્ષેત્રમાં “સોનાનો સૂરજ” ઉગાડ્યો છે.

પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, અને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ પણ હોટલના પ્રારંભ બદલ છેડા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી અને આ હોટલને કચ્છના વિકાસ માટે આવશ્યક ગણાવી હતી.

હોટલના સંચાલક અને છેડા પરિવારના પૌત્ર કિરણ છેડાએ હોટલમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે આ હોટલમાં ૬૦ રૂમ, જીમ, સ્પા, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, ભુજની સૌપ્રથમ ટેરેસ રેસ્ટોરન્ટ અને ભુજનો સૌથી મોટો સ્વીટ રૂમ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

રોયલ આર્કિડ રિજેન્ટા હોટલના ગુજરાત રિજનલ હેડ રાકેશ ડોગરાએ ભુજ જેવા પ્રાઈમ લોકેશન પર આ હોટલના નિર્માણ અંગે આનંદ વ્યક્ત કર્યો અને શ્રેષ્ઠ સેવાઓ આપવાની ખાતરી આપી. છેડા પરિવારના પુત્ર જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, કચ્છ આવતા દરેક પ્રવાસીનો પ્રવાસ અવિસ્મરણીય બને અને તેઓ કચ્છના આતિથ્ય ભાવની મધુર સ્મૃતિઓ સાથે લઈ જાય તે રીતે હોટલનું સંચાલન કરવામાં આવશે.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીર, જાણીતા એડવોકેટ દેવરાજભાઈ ગઢવી, અદાણી પોર્ટ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, ઉદ્યોગપતિ શ્રી રામ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન બાબુભાઈ હુંબલ, નારાયણભાઈ, રમેશભાઈ આહિર, ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરૂભા રાઠોડ, ભોજાય સર્વોદય ટ્રસ્ટના લીલાધરભાઈ ગડા, સામાજિક આગેવાન રિશીભાઈ ઠક્કર, રોહનભાઈ હિરાણી, નવીનભાઈ આહીયા, અનિલભાઈ ગોર, ધીરુભાઈ શાહ, જેમલભાઈ રબારી, રાજુભાઈ રબારી, ભાવેન્દ્રસિંહ જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, પ્રણવભાઈ જોષી, વિશાલભાઈ ઠક્કર, નરેશભાઈ શાહ, ભુજ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કર, કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, નીખીલભાઈ પંડ્યા અને ગીરીશભાઈ જોષી સહિત રાજકીય, સામાજિક અને વાણિજ્ય ક્ષેત્રના અનેક આગેવાનો, સ્નેહીજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી છેડા પરિવારને શુભકામના પાઠવી હતી. એવું અંકિત ગાલાએ એક યાદીમાં જવાવ્યું હતું.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :

-પુજા ઠક્કર,

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!