મહીસાગર જિલ્લામાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ
*****
અમીન કોઠારી મહીસાગર…
‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થતા મહીસાગર જિલ્લાના અધિકારી-કર્મચારીઓ
*****
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આજે તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે.
મહીસાગર જિલ્લામાં વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અન્વયે આજરોજ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્યમથક લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી. આ પ્રતિજ્ઞામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ સહિત જિલ્લાના તમામ વર્ગ-૦૧ તથા વર્ગ-૦૨ના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહભાગી થઇ ભારતના જવાબદાર નાગરિક તરીકે ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થયા હતા.