GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતો ઉપર ચિંતાના વાદળ ઘેરાયા.

 

તારીખ ૨૮/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

સમુદ્રમાં ડિપ્રેશન થયું છે. અને હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદના આગાહી કરી છે ત્યારે રવિવારથી શરૂ થયેલ વરસાદ ને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના અનેક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.સતત અણધાર્યા વરસાદ પડતા કાલોલ શહેર સહિત તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઊભા અને કાપણી કરીલે પાક કમોસમી વરસાદમાં પલંળી જતાં નુકશાની થતા મોઢે આવેલો કોઢિયો છીનવાઈ ગયો હોય તેવી નોબત આવી છે. કાલોલ પંથકના ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં મોટો પલટી જોવા મળી રહ્યો છે.ચોમાસાની વિદાય બાદ સામાન્ય રીતે શીયાળામાં ઠંડકનું વાતાવરણ જોવા મળતુ હોય છે, ત્યારે સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ અનિયમિત હાજરી નોંધાવી છે.છૂટાછવાયા વરસાદના આ માહોલે જ્યાં એક તરફ પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ સજર્યો છે, ત્યાં બીજી તરફ તૈયાર પાકને નુકસાન થવાની ખેડૂતો માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. જ્યાં કાલોલ પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ અને અમુક ટાઈમ બાદ હળવા વરસાદી ઝાપટા પડયા હતા. જ્યાં વરસાદ કાલોલ તાલુકાના ચલાલી ઝરમર અને મધ્યમ સ્વરૂપનો વરસાદ નોંધાયો છે. જ્યાં સંપૂર્ણપણે કૃષિ આધારિત હોવાથી આ કમોસમી વરસાદને કારણે પરતીપુત્રોની હાલત કફોડી બની છે. આ વિસ્તારનો મુખ્ય પાક ડાંગર છે અને હાલમાં મોટાભાગના ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ડાંગર જેવા પાક કાપણી પહેલા જ જમીન પર કરી પડવાની શક્યતા છે. તૈયાર પાકને ભેજ લાગવાથી તેની ગુણવત્તામાં મોટો ઘટાડો થરો, જેના કારણે ખેડૂતોને બજારમાં યોગ્ય ભાવ નહીં મળે. કઠોળ જેવા પાક જે સૂકવવાની પ્રક્રિયામાં છે, તેમાં પણ નુકસાન થવાની શક્યતા છે. જો આ વરસાદ વધુ સમય ચાલશે તો આખા વર્ષની મહેનત પાણીમાં જશે.અને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. રાજ્ય સરકારે આ નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષકા કરીને વળતર ચૂકવવું જોઈએ તેવી માંગણી ખેડૂત દ્વારા કરવામાં આવી છે.સમગ્ર કાલોલ તાલુકામાં આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. જ્યાં પ્રકૃતિ હરીભરી બની છે. ત્યાં ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો સાફ દેખાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!