વિજય મુહૂર્તમાં મગફળી ખરીદીનો વિજય પ્રારંભ ટેકાના ભાવથી ખેડૂતોમાં આનંદની લહેર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
આજ રોજ વિજય મુહૂર્તના શુભ સમયે APMC થરાદ સેન્ટર નં. 11 — ઘી થરાદ તાલુકા ખેત પેદાશ ખરીદી વેચાણ અને ઉત્પાદન રૂપાંતર સહકારી મંડળી લી. દ્વારા ભારત સરકારની ટેકાના ભાવ યોજના (PSS) હેઠળ ખરીફ 2025-26ની મગફળી ખરીદી યોજનાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો.
ખરીફ પાક માટે નક્કી કરાયેલ ટેકાનો ભાવ ₹7263 પ્રતિ ક્વિન્ટલ (અથવા ₹1452 પ્રતિ મણ) રાખવામાં આવ્યો છે. આ યોજનામાં નાફેડ અને ગુજકોમાસોલનો સહયોગ પ્રાપ્ત થયો છે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ખેડૂતો દ્વારા મોદી સરકાર, ગુજરાત સરકાર તેમજ આપણા લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
હાલ માર્કેટમાં મગફળીના ભાવ ₹900 થી ₹1150 વચ્ચે રહેતા હોય, ટેકાના ભાવે ₹1452 પ્રતિ મણના દરે વેચાણ કરવાથી ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે.
ખેડૂત મિત્રો ઉત્સાહભેર મગફળી ભરાવવા માટે APMC થરાદ સેન્ટર પર પહોંચ્યા છે. ટેકાના ભાવે ખરીદી થવાથી અને રકમ સીધી ખાતામાં જમા થતી હોવાથી ખેડૂતોમાં આનંદ ની લહેર જોવા મળી રહી છે.



