TANKARA:ટંકારાના લખધીરગઢ શાળાનાં નિવૃત્ત શિક્ષિકા અરૂણાબેન પટેલનો અનોખો સેવાયજ્ઞ.

TANKARA:ટંકારાના લખધીરગઢ શાળાનાં નિવૃત્ત શિક્ષિકા અરૂણાબેન પટેલનો અનોખો સેવાયજ્ઞ.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન “જોવા જેવી દુનિયા”પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.

આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. લખધીરગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી. પ્રદર્શનમાં “સુપરહીરો”, “હનુમાન”, “અહેસાસ”, “સાયરન”, “પપેટ શો”, “મે કોન છું” જેવા વિવિધ શો વિદ્યાર્થીઓને જીવનમાં સદાચાર, નૈતિક મૂલ્યો અને આદર્શ નાગરિક બનવાના સંદેશ આપતા હતા. વિવિધ ઝાંખીઓ, ચિત્રો તથા મૂલ્યપ્રેરક રજૂઆતો દ્વારા જીવન મૂલ્યોનું મહત્વ પ્રતિબિંબિત થતું હતું. આવા પ્રદર્શનો બાળકોમાં સદ્ગુણોનું સંવર્ધન કરે છે અને તેઓને સારા નાગરિક બનવાની દિશામાં પ્રેરિત કરે છે. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા અને મૂલ્યશિક્ષણ પ્રત્યે રસ ઉત્પન્ન થયો હતો.
આજથી છ વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા શિક્ષિકા અરૂણાબેન પટેલે સમગ્ર પ્રવાસ ખર્ચ સંભાળ્યો, જેમાં મુસાફરી નાસ્તાનો સમાવેશ થયો હતો. આ પ્રેરણાદાયી પ્રવાસનો લાભ ૫૦ વિદ્યાર્થીઓએ અને સ્ટાફ તેમજ એસ. એમ. સી. ના સભ્યોએ લીધો. તેમના ઉદાર પ્રેરણાદાયક પગલાંથી વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણને જીવંત અનુભવવાનો અવસર મળ્યો. શાળાના શિક્ષકમંડળે જણાવ્યું, “આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને નૈતિક સમજને મજબૂત બનાવે છે.” વિદ્યાર્થીઓએ, શાળાએ અને સમગ્ર એસ. એમ. સી. એ શ્રીમતી અરુણાબેન પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
સ્વખર્ચે સમગ્ર પ્રવાસ સંભાળ્યો, જેમાં મુસાફરી, ભોજન અને પ્રવેશ ફીનો સમાવેશ હતો. તેમના ઉદાર પ્રેરણાદાયક પગલાંથી વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણને જીવંત અનુભવવાનો અવસર મળ્યો.
શાળાના શિક્ષકમંડળે જણાવ્યું, “આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને નૈતિક સમજને મજબૂત બનાવે છે.” વિદ્યાર્થીઓએ પણ હૃદયપૂર્વક શિક્ષિકા અરુણાબેન પટેલનો આભાર વ્યક્ત કર્યો.







