GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા પંચાયત અને કોર્ટ પાસે બે મોટા વાહનો ખોટકાતા ટ્રાફિક જામ.બન્ને તરફ વાહનોની બે કી.મી. સુધી લાંબી કતારો લાગી.

 

તારીખ ૨૮/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ કોર્ટ પાસે સોળ વ્હીલ વાળુ કન્ટેનર તથા તાલુકા પંચાયત પાસે એક ટ્રક બંધ પડી જતા આજ રોજ બપોરના સમયે મધવાસ ચોકડી થી લઈને ઘોડા પાટિયા સુધી નો લાંબો ટ્રાફીક જામ થયો હતો હાઈવે ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ત્યારે ગુગલ મેપ ના સહારે કેટલાય ખાનગી કાર ચાલકો કાલોલ નગરની ગલીઓમાં થી પોતાના વાહનો લઈને પસાર થતા જોવા મળ્યા હતા પરિણામે કાલોલ નગરના રસ્તાઓ ઉપર પણ ટ્રાફિક જામ થયો હતો. ખાનગી કાર ચાલકો કાલોલ શહેર મા થઈ પરવડી બજાર થઈ દોલતપુરા કોઝવે ઉપરથી મલાવ રોડ થી હાઈવે ઉપર જતા જોવા મળ્યા જ્યારે વડોદરા તરફથી આવતા કાર ચાલકો મામલતદાર કચેરી થઈ મેઈન બજારમાં થી નવાપુરા થી હાઈવે ઉપર જતા જોવા મળ્યા હતા પોલીસે સમયસર પહોંચી ક્રેન વડે ખોટકાઈ ગયેલ વાહનોને હટાવડાવી દીધા હતા અને ત્યારબાદ ટ્રાફિક પુનઃ ધમધમતો થયો હતો. જોકે કાલોલ શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપર તાલુકા પંચાયત થી લાલ દરવાજા સુધી દરરોજ સાજના સુમારે ટ્રાફીક જામ ની સમસ્યા દૂર થાય તેવી નગરજનોની માંગ છે.

Back to top button
error: Content is protected !!