GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ નગરપાલિકાએ “સ્વચ્છતા અભિયાન” હાથ ધર્યું

તા.૧/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્વચ્છતા” અભિયાનને સાર્થક કરવા દેશભરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટની જસદણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી.
જેમાં જસદણ નગરપાલિકાના સફાઈ કર્મીઓએ જકાતનાકા ક્રોસ રોડ, જિલેશ્વર ગાર્ડન, સરદાર નગર, જાહેર રસ્તાઓ, મુખ્ય માર્ગો, માર્કેટ સહિતના વિસ્તારની સાફસફાઇ કરી હતી.





