ARAVALLIBHILODAGUJARATMODASA

શામળાજી – 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા શામળાજી પોલીસ વધુ સજાગ- પોલીસે અંગ્રેજી દારૂની કુલ 252 બોટલો સાથે અંદાજિત કિંમત રૂ. 8,72,400/ નો દારૂ ઝડપ્યો 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

શામળાજી – 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા શામળાજી પોલીસ વધુ સજાગ- પોલીસે અંગ્રેજી દારૂની કુલ 252 બોટલો સાથે અંદાજિત કિંમત રૂ. 8,72,400/ નો દારૂ ઝડપ્યો

નવા વર્ષની ઉજવણીને લઈને આગામી 31 ડિસેમ્બર પહેલાં શામળાજી પોલીસ દ્વારા જિલ્લામાં કડક સુરક્ષા અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહિલા પીઆઈ એસ.એસ. માલ અને તેમની ટીમ દ્વારા અણસોલ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે.

રાજસ્થાન તરફથી આવી રહેલી બાતમીના આધારે નંબર પ્લેટ વગરની એક વર્ના કારને રોકી શંકાસ્પદ રીતે તલાસી લેવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની મોંઘીદાટ અંગ્રેજી દારૂની કુલ 252 બોટલો મળી આવી, જેની અંદાજિત કિંમત રૂ. 8,72,400/- થાય છે.પોલીસ દ્વારા દારૂ તેમજ વાહન સહીત કુલ રૂ. 13,72,400/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, તપાસ દરમિયાન કાર ચલાવતો ઈસમ કારને બિનવારસી હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો. હાલ તેને ઝડપી લેવા માટે શામળાજી પોલીસ દ્વારા તાત્કાલિક ક્વાયત શરૂ કરવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણમાં શામળાજી પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબેશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂની હેરફેર રોકવા પોલીસની સતર્કતા ફરી એકવાર સામે આવી છે.

Back to top button
error: Content is protected !!